Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્રિખલ દોષ, એક ભયાનક દોષ, જેનું નિવારણ ખુબ જરૂરી

વૈદિક જ્યોતિષમાં અનેક પ્રકારનાં દોષનું વર્ણન મળે છે. યોગ એ હોય છે જે જાતકના જીવનમાં શુભ પ્રભાવ લાવે છે દોષ એ કહેવાય છે કે જે જાતકના જીવનમાં સમસ્યાઓ સર્જી જાય છે. આવો જ એક દોષ એટલે ત્રિખલ દોષ. આ દોષ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. જેમાથી એક દોષની ચર્ચા સામાન્ય રીતે વારંવાર કરવામાં આવે છે. આ દોષ એટલે ત્રણ પુત્રીઓ પછી જન્મેલા પુત્ર કે સંતાનથી થતો દોષ. આ દોષ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે.

કોઈ જાતકની કુંડળીમાં ત્રિખલ દોષ ત્યારે બને છે જ્યારે એક જ ગ્રહ ત્રણ અલગ અલગ પરિસ્થિતિઓમાં આવે. જેમકે કોઈ વ્યક્તિના જન્મ સમયે સૂર્ય કૃતિકા, ઉતરાષાઢા, ફાલ્ગુની નક્ષત્રમાં હોય તથા જાતકની કુંડળીમાં સૂર્ય પહેલા કે દસમાં ભાવમાં હોય ત્યારે ત્રિખલ દોષ નિર્માણ પામે છે. કેમકે આ નક્ષત્રોનો સ્વામી સૂર્ય છે પ્રથમ અને દશમુ સ્થાનના ભાવનો કારક ગ્રહ પણ સૂર્ય છે. આ પ્રકારની સ્થિતિ ત્રિખલ દોષ કહેવાય છે.

આ દોષનું નિરાકરણ કરવું ખુબજ જરૂરી

જ્યારે આ ત્રિખલ દોષ થાય છે ત્યારે તેનું નિવારણ ન થાય તો અપાર મુશ્કેલીઓ આવે છે. આથી બાળકના જન્મ સમયે 11માં દિવસે વિશેષ પૂજા અર્ચના કરાવવી. જો આ દોષ અંગે મોડેથી જાણ તો પણ તેનું નિવારણ કરાવવું જરૂરી છે.

સામાન્ય રીતે 10 દિવસ સુધી સુતક લાગે છે આથી 11માં દિવસે શુભ મુહૂર્તમાં પતિ-પત્ની પૂર્વાભિમુખ બેસીને સંકલ્પ કરી ગણપતિનું પૂજન કરે ત્યાર બાદ નવગ્રહની પૂજા કરવી. કળશ સ્થાપન કરવુ. તામ્રપત્ર પર શ્રીહરિ કે માતાજીની સ્થાપના કરવી. ત્રિખલ પૂજા પછી બ્રહ્મભોજન કરાવવું યથાશક્તિ દાન દક્ષિણા આપવી. ત્રણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી.

બાળકોને ભોજન કરાવવું શિવાલયમાં પૂજા કરી પ્રદક્ષિણા કરી ગરીબને દાન આપવુ. પક્ષીઓને દાણાં નાંખવા અને પુણ્યનું કામ કરવુ આમ કરવાથી તમામ દોષ દૂર થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111372118
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now