અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને
તારી શરત થી જીતવાની છૂટ છે તને
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને
ખાલી જગ્યા સમાન આ જીવન હવે થયું મારું
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને
મરજી થી તારી ગઈ છે તું મનફાવે ત્યારે યાર
ખૂલ્લાં છે દિલ ના દ્વાર આવવાની છૂટ છે તને
નિશ્ચય છે મારો હું તને પામું આ જન્મ માં
યોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને...