હું એ વ્યકિતની વાત નથી કરતી, "જેણે કંઈ માગ્યું હતું ને તે મળ્યું" કે "માગ્યા વગર મળ્યું." અથવા તો "ના માગ્યું એના કરતાં પણ વધુ મળ્યું,"
હું એ વ્યક્તિની વાત કરું છું,"જેનો હક હોવા છતાં તે બીજા માટે પોતાની ખુશીઓ છોડી બીજાને મદદ કરે છે." એ પછી ભાઈ હોય બહેન હોય કે પરિવાર હોય. એ વ્યક્તિનુ સમર્પણ કોઈ સમજી શકશે નહીં, અથવા તો જિંદગીમાં બધું જ મેળવી લીધું છે એના નશામાં ચૂર થઈ જાય છે. ત્યારે એ વ્યક્તિ સાથે બરાબરી કરે છે, જેને લીધે તેને વગર માગ્યે બધું મળે છે. આવી વ્યક્તિ એક વાર તો પોતાનો હક ભૂલી મૂરખ બને છે. એથી વધુ સમયની પણ માર પડે છે. પણ દરેકનો સમય ફરીથી આવે છે. ત્યારે તેને પણ ભગવાન તથાસ્તુ કહે છે. "
"કોઈ વ્યક્તિ એક વાર મૂરખ બની શકે, વારંવાર નહીં, સમયની સાથે એવો ઘડાઈ છે, પછી તેની બરાબરી કોઈ કરી શકતું નથી"
"આ વાત કેટલી બરાબર છે એક તે જ જાણે છે અને એક ઈશ્વર! ભરોસો ભગવાન પર રાખી બસ ચાલ્યા કરે છે!
દર્શના
#બરાબર