Gujarati Quote in Motivational by Shailesh Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોદીજી આપની ઉપર દેશ અભિમાન લે છે અને નતમસ્તક છે.
આદરણિય મોદીજીની બુધ્ધી પ્રતિભા અને કૌશ્લ્ય ઉપર બધાજ ફીદા છે. વિચાર તો કરો કે મોદીજીએ ૨૨ તારીખેજ જનતા કર્ફુયુ શું કામ નાખ્યો ? આ બાબતનો પર્દાફાશ હાલમાંજ થયો છે.
૨૨ માર્ચ એટલે ફાગણ વદ ૧૩.આ દિવસે મધુક્ર્ષ્ણ ત્ર્યોદશી વારૂણી યોગ છે.પંચાગ પ્રમાણે ૨૨ માર્ચના રોજ ઉનાળાની શરૂઆત થઇ જવાની છે અને તે દિવસે ખુબજ ગરમી પડશે.સુર્ય તેની પુરી તાકાતથી તપશે. કોરોના રોગ ભવિષ્યમાં ભારતમાં આવશે ત્યારે આપણે શું ઉપાય કરવા જોઇયે ? આની ચર્ચા કરવા મોદીજીએ બે મહીના પહેલા નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે બેઠક યોજી હતી.
આ વખતે ઘણા લોકોએ તેમની મઝાક ઉડાવેલી પરંતુ મોદીજીએ ઉપગ્રહ દ્વરા પૃથ્વી ઉપર રસાયણનો છટકાંવ કરીને રોગને કાબુમાં લઈ શકાય એ બાબતે વૈજ્ઞાનિકો સાથે ગહન ચર્ચા કરી તે વખતે બધાજ વૈજ્ઞાનિકો અવાક થઈ ગયા કારણ કે જે બાબતની તેઓએ કોઇ દિવસ કલ્પના પણ ન્હોતી કરી તે બાબત આ મહા માનવ ઉજાગર કરી રહ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિકોને એમ લાગ્યું કે મોદીજીનો અને મહાન વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનનો આઇ.ક્યુ. સરખો હોવો જોઇયે. મોદીજીએ રસાયણ ભરેલો ઉપગ્રહ સુર્ય સામે ગોઠવવાનો પ્રસ્તાવ મુકયો.
તેમણે આખી થિયરી સમજાવતા જણાવ્યું કે ૨૨ તારીખે સવારમાં સાત વાગે ઉપગ્રહ ઉપર સુર્યના અંતિનિલ કિરણ પડશે જેનાથી ઉપગ્રહ ઉપરનું રસાયણ વરાળ થઈને પૃથ્વીની દીશામાં જશે.અને ઉપગ્રહની ગતી અને પૃથ્વીની ગતિને મેચ એવી રીતે કરવી જેથી આ વરાળ માત્ર ભારત ઉપર ફેલાય આવું ગહન ગણિત મોદીજીએ બધાને સમજાવ્યું.
નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટી કરી અને આ બાબત શક્ય છે તેમ જણાવ્યું .આ બધીજ ચર્ચા ખાનગી રાખવાની વાત નક્કી થયેલ પરંતુ નાસાવાળાઓએ આ વાત અમેરીકી પ્રમુખ ડોનાલડ ટ્રમ્પને કરી દીધી. ટ્રમ્પ આશ્ચ્રર્ય ચકિત થઈ ગયા અને તેમણે નાસાના વૈજ્ઞાનિકોને કંહ્યુ કે આ રસાયણની વરાળ અમેરીકા ઉપર ના ફેકી શકાય ? જવાબમાં નાસાના વૈજ્ઞાનિકોએ કંહ્યુ કે ઉપગ્રહનું રીમોટ મોદીજી પાસે છે એટલે આપણે કાઇ ના કરી શકીએ...અને પછી ટમ્પે ભારત યાત્રાનું આયોજન કર્યુ અને મિત્ર મોદીને વિનંતિ કરી કે આનો લાભ અમેરિકાને મળે તેવુ કરો. પણ મોદીજીએ વિચારશું એવું કહીને ટમ્પને રવાના કરી દીધા...
પણ અંહિયા બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થયો ,૨૨ તારીખે ગરમી વધારે હશે તો તે દિવસે રસાયણની વરાળ ભારત ઉપર ફેલાશે તો કોઇ નુકશાન તો નહી થાય ને ? પરંતુ મોદીજી પાસે આનું પણ સોલ્યુસન હતું ..તેમણે હિમાલયમાં તપ કરીને આત્મસાત કરી લીધુ હતું કે માનવી શરીર પંચમહાતત્વનું બનેલુ છે .દરેક શરીરમાં આકાશ,વાયુ, જળ, અગ્ની અને પૃથ્વી જેવા તત્વો વિધ્યમાન છે એટ્લે જયારે આપણે તાળીઓ પાડશું ત્યારે આ તત્વો ઉતેજીત થશે અને શરીરની પ્રતિકાર શકતિમાં વધારો કરશે અને ગણીત કરીને તે દિવસે સાંજના પાંચ વાગ્યે તાળીઓ પાડવી તેવું નક્કી કરી દીધું
આવા મહામાનવાને સત સત વંદન...આ અને આના જેવી અનેક ખુબી મોદીજીમાં ભરેલી છે ઘણા તો એવું માને છે કે તેઓ અવતાર રુપે અવતર્યા છે અને માનવજાતનું કલ્યાણ કરવા અને રાક્ષસોને હણવા માટે તેઓએ ભારતવર્ષમાં જન્મ લીધો છે.
મોદીજી કી જય.

Gujarati Motivational by Shailesh Jani : 111370973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now