Gujarati Quote in Thought by Dp, pratik

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ક્યાં_ખબર_હતી .

ક્યાં ખબર હતી.
કે બાળપણ વીતી જશે,અને જુવાની આંગણે આવશે.

ક્યાં ખબર હતી.
હાથના રમકડાં છોડી,જિંદગીને રમતી કરવી પડશે.

ક્યાં ખબર હતી.
પરિવારથી દૂર જશું અને,અજાણ સંબંધોમાં લાગણી સભર બની જશું.

ક્યાં ખબર હતી.
ઘરના દરેક સ્ત્રી પાત્રોથી અલગ,એક પાત્ર એવું મળશે જે સહુથી જુદું લાગવા લાગશે.

ક્યાં ખબર હતી.
શાળા નું ભણતર જિંદગીના ભણતર થી સાવ દુબળું હશે.

જિંદગીમાં ગમે તેટલી તડામાર કરીએ ગમે તેટલી હોષ્યારી રાખીએ,પણ જે સમય આપશેને એ તમારા ધાર્યા કરતા પણ ઘણું અલગ અને અલ્હાદક હશે.

માટે કોઈ વસ્તુ કે વહેવાર માટે ઉતાવળ ન કરવી,હા મહેનત કરવી પણ તેનો ફેસલો જાતે કદી ન કરવો એ સમય કરશે,તમારે બસ કર્મ કરવાનું છે,જેથી તન અને મન બંને સ્વસ્થ રહે.

જિયો દિલશે,જીને દો દિલશે.
😊😊😊🙏🙏😊😊😊
દિનેશ,પરમાર'પ્રતીક'

Gujarati Thought by Dp, pratik : 111370866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now