મૃત્યુનો સમય નજીક આવે ત્યારે થાય છે આ 7 વસ્તુનો અનુભવ
મૃત્યુ એ એક અટલ સત્ય છે. જેનો જન્મ થાય છે તેનું પરલોક જવું પણ નિશ્ચિત છે. જન્મ થાય છે તે સમયે જ મૃત્યુ પણ ક્યારે આવશે તે નક્કી થઈ જાય છે. જ્યારે આ નિયત સમય આવે છે ત્યારે આત્મા શરીર છોડી અને પરમાત્મામાં વિલીન થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિને મૃત્યુ પહેલા કેટલાક અનુભવો થાય છે. આ અનુભવો પરથી નક્કી થાય છે કે થોડા સમયમાં તે આત્મા પરલોકમાં પ્રસ્થાન કરશે. કયા કયા છે આ લક્ષણો જાણી લો.
1. મૃત્યુ પહેલા વ્યક્તિને ભૂખ અને તરસ લાગતી નથી. તે ખોરાક લેવાનું બંધ કરી દે છે અને તે પોતાના સ્વજનો સાથેનો સંપર્ક પણ ગુમાવી દે છે.
2. મન પરના ભાર દૂર થઈ જાય છે અને માનસિક સ્થિતી ખરાબ થઈ જાય છે, તે શું બોલે છે શું નહીં તેનું ભાન ગુમાવી બેસે છે.
3. મૃત્યુ પહેલા તેને તેના પૂર્વજ દેખાવા લાગે છે. સાથે જ તેને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થાય છે.
4. મૃત્યુ જ્યારે નજીક આવે છે ત્યારે શ્વાસ ઉલટા ચાલે છે.
5. મૃત્યુનો સમય જેનો નજીક હોય તેને પડછાયો દેખાતો નથી.
6. શરીરમાંથી વિચિત્ર ગંધ આવે છે.
7. જીભને કોઈપણ વસ્તુમાં સ્વાદ જણાતો નથી.