ઘરમાં રાખો આ પાંચ વસ્તું, આર્થિક તંગી અને મુશ્કેલીઓ થશે દૂર
જો તમે ધન સંબંધિ સમસ્યાઓને લઈને ચિંતામાં હોવ તો તેનું કારણ છે તામાર ઘરમાં રહેલો વાસ્તુદોષ. આ દોષમાંથી મુક્તિ મેળવવા અને ધન સંબંધિ સુખ માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી ધન સંબંધિ બધી સમસ્યાઓ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે.
ઘરમાં રાખો વાંસળી :
વાંસળી વાસ્તુદોષ દૂર કરવા માટે બહુ મહત્વની છે. આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિએ ચાંદીની વાંસળી ઘરમાં રાખવી જોઈએ. તમે ઈચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વાંસળીને ઘરમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. જો સોના અને ચાંદીની વાંસળી ન હોય તો વાસમાંથી બનાવેલી વાંસળીને ઘરમાં રાખી શકો છો. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં ધન આવે છે.
ઘરમાં રાખવી ભગવાન ગણેશની મૂર્તિ :
આમ તો ગણેશજી મંગળકારી છે. પરંતુ ધન અને સુખમાં વિઘ્નો દૂર કરવા માટે નૃત્ય કરતા ગણેશની પ્રતિમાને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. ગણેશજીની આવી પ્રતિમાને એવી રીતે રાખવી જોઈએ કે જેનાથી ગણેશજીની દ્રષ્ટી ઘરના મુખ્ય દરવાજા પર પડે. તેમજ મૂર્તિની જગ્યાએ તમે તસવીર પણ લગાવી શકો છો.
મંદિરમાં ઉત્તરની દિશામાં રાખવી મૂર્તિ :
દેવી લક્ષ્મીની તસવીર અથના મૂર્તિને ઘરમાં જરૂર લગાવવી જોઈએ તેનાથી ધન લાભ થશે અને સાથે ઘરમાં કુબેરની મૂર્તિ અથવા તસવીર જરૂરથી લગાવવી જોઈએ. કેમ કે, લક્ષ્મી ધનનું સુખ આપે છે પરંતુ આવક વગર ધનનું સુખ સંભવ નથી. આવક કુબેર મહારાજ પ્રદાન કરે છે. એટલા માટે તેમને એકબીજાના પૂરક માનવામાં આવે છે. કુબેર મહારાજ ઉત્તર દિશાનો સ્વામી છે એટલા માટે તેમની મૂર્તિ કે તસવીરને ઉત્તરની દિશા તરફ રાખવી.
મંદિરમાં ઉત્તરની દિશામાં રાખવી મૂર્તિ
દેવી લક્ષ્મીની તસવીર અથના મૂર્તિને ઘરમાં જરૂર લગાવવી જોઈએ તેનાથી ધન લાભ થશે અને સાથે ઘરમાં કુબેરની મૂર્તિ અથવા તસવીર જરૂરથી લગાવવી જોઈએ. કેમ કે, લક્ષ્મી ધનનું સુખ આપે છે પરંતુ આવક વગર ધનનું સુખ સંભવ નથી. આવક કુબેર મહારાજ પ્રદાન કરે છે. એટલા માટે તેમને એકબીજાના પૂરક માનવામાં આવે છે. કુબેર મહારાજ ઉત્તર દિશાનો સ્વામી છે એટલા માટે તેમની મૂર્તિ કે તસવીરને ઉત્તરની દિશા તરફ રાખવી.
ઘરમાં રાખો આ શંખ :
વાસ્તુ વિજ્ઞાન અનુસાર, શંખમાં વાસ્તુદોષ દૂર કરવાની તાકાત છે. જ્યાં નિયમિત શંખ વગાડવામાં આવે ત્યાંની આસ-પાસ હવા શુધ્ધ અને સકારાત્મક થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં દેવી લક્ષ્મીના હાથમાં દક્ષિણવર્તી શંખ હોય તો ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે. આવા ઘરમાં ક્યારે પણ ધન સંબંધિ સમસ્યા નથી આવતી. આ શંખને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ.
નારિયેળ :
નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી એટલે નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં નારિયેળની નિયમિત પૂજા કરવામાં આવે ત્યાં ક્યારે પણ નકારાત્મક ઉર્જા વાસ નથી કરતી. ઘરમાં સુખ સંપતિ વધે છે.