પરોઢ ના આછા કોરા કઅંધારેપાળની એક પનિહારીએ પનઘટ પર ડગ માંડ્યા
એણી ના જોબન પર એ' ના નયન ઠર્યા , એણી ને સહિયારી કરવાના મુહુરત મંડાયા
ઊતરતી સંધ્યા ના સહવાસે એ' ના પીતાંબર થરથરયા , મહીંના સરપો સળવળયા
કચુંકી ને કસો ના જોડ તૂટ્યા, એણીના ભવ ના બંધન છૂટ્યા , એણી એ શમણાં સજાવ્યા
ત્યાં તો પાછી પ્રભાત પ્રકટી ને એ' ને અજવાળા થયા ને . . . . . . . .
પરોઢ ના આછા ઉજાસે કોરા કપાળની એક પનિહારીએ કુવા પર પગ પાડ્યા