જીવનમાં શીખવા પડશે દરેક પાસાં રમતા,
સારા-ખરાબ પાસાનું છે આ જીવન,
જેમાં એક બાજુ છે પ્રેમ અને બીજું પાસું છે નફરતનું,
જે દુનિયા શીખવે એ શીખી લઈએ,તો જ ટકી જઈશુ આ જમાના સામે,
કારણ કે છે કોઈ રામ તો વળી છે કોઈ કૃષ્ણ,
આ બધાં જ વ્યક્તિત્વ બને છે પોતાના વિચાર પ્રમાણે,
અને વિચાર તો સારાં-નરસાં બે'ય હોય શકે,
આપણે આપણા વિચારધારા પ્રમાણે કોને પામીએ છીએ એ અગત્યનું છે!!
#પાસું