પાસું
જીવનના દરેક પાસાનું વિશ્લેષણ કરવાથી દરેકની મહ્ત્વતા સમજાય છે. વિદ્યાર્થીકાળ મા શિક્ષકો અને ભણતરનું પાસું યુવાનીમાં કામકાજનું પાસું, પીઢવસ્થાએ અધ્યાત્મનું પાસું, અને સમગ્ર જીવન દરમિયાન માતાપિતાનું પાસું કે જેણે ભણતર સાથે ગણતર, સંસ્કાર સાથે સંસ્કૃતિ, વિદ્યા સાથે વિનય, અને કપરા સંજોગોમાં શ્રદ્ધા રાખવાના તમામ પાસા નું મહત્વ શીખવાડ્યું..
જેને કારણે આજે જીવનના દરેક પાસા સફળતા તરફ દોરી ગયા અને આ બધા પાસાનું એકય કરી આજે જીવનનું ખરું પાસું જાણ્યું જે કદી અવળું નથી પડ્યું....