નંદ દ્વારે #ઘોષણા થાળી પિટાઈ થાય છે
સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય છે
રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે
ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે!
માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર
દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે!
જોડણીના કોષમાં સંબંધના અર્થો જુઓ
લાગણી એવી દુનિયામાં કદી વર્તાય છે!
પ્રેમમાં સંબંધની ગાંઠો ઉકેલો છો ભલા!
પ્રેમમાં જાતી કદી ક્યાં કોઇની પૂછાય છે!
#ઘોષણા