આપણને જે વસ્તુ ગમે છે,જે કામ કરવાથી આનંદ મળે છે એજ કરો.દુનિયા શું કહેશે,શું વિચારશે એ ડરથી આપણી ગમતી વસ્તુ કરવાની મૂકી ન દેવાય કારણ કે આજે દુનિયા આપણા વિશે કંઈક બોલી રહી છે તો કાલે બીજા કોઈક વિશે બોલશે અને આ ક્રમ તો ચાલ્યા જ કરવાનો છે.હા,આપણી ગમતી વસ્તુ કરવા માટે કોઈની ખુશી ન છીનવાઈ એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે.આપણને આનંદ મળે એ વસ્તુ કરવામાં પણ આપણા મૂલ્યો ન બદલાવા જોઈએ.કોઈને ખુશ કરવા આપણે આપણી ગમતી પ્રવૃત્તિ સાથે શું કામ કોઈ બાંધછોડ કરીએ??
#આનંદ