Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શા માટે અગત્સ્ય ઋષિએ પોતાની પુત્રી સાથે વિવાહ કર્યા

સનાતન ધર્મના તમામ ઋષિ મુનિઓ અને સંતો મહંતોનું સ્થાન પરમાત્મા જેટલુ જ પવિત્ર મનાય છે. પ્રાચીન સમયમાં સંબંધોની મર્યાદા કરતા આત્માની પવિત્રતા પર ઋષિ મુનિઓ ધ્યાન આપતા. તેથી પ્રાચીન સમયના કેટલાક સંબંધોને આજના સમયમાં પ્રશ્નાર્થ તરીકે જોવાય છે. ત્યારે આવો જાણીએ અગત્સ્ય ઋષિએ પોતાની પુત્રી સાથે કરેલા વિવાહ પાછળનું રહસ્ય, આ સુંદર કથા દ્વારા

આપણા શાસ્ત્રોમાં અસંખ્ય કથાઓ વર્ણવાય છે. જેમાં શિવના પરમ ભક્ત ઋષિ અગત્સ્યની પણ સુંદર કથાઓનો સમાવેશ થાય છે. આજથી હજારો વર્ષો પહેલાનો સમય વર્તમાન સમય કરતા ઘણો જુદો હતો. તે સમયના માનવીઓ સંબંધોની મર્યાદા કરતા આત્માની પવિત્રતા પર ધ્યાન આપતા. તેથી જ અનેક એવા સંબંધો જોવા મળતા જે આજના સમયમાં અશક્ય લાગે છે. આવી જ એક કથા ઋષિ અગત્સયની.

યુગો યુગોથી દેવો અને દાનવો વચ્ચે અનેક વાર યુદ્વ થતા આવ્યાં છે. વૈભવ અને ઐશ્વર્યમાં લીન દેવો શક્તિશાળી દાનવો સામે ઘણીવાર પરાજીત થવાની સ્થિતિમાં આવી જતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવની સહાય અને માર્ગદર્શન મળતું.

શિવનાપરમ ભક્તોમાં અગત્સ્ય ઋષિનો સમાવેશ થાય છે. ઋષિએ પોતાના તપોબળથી એક સર્વગુણ સંપન્ન નવજાત કન્યાનું નિર્માણ કર્યું. આ કન્યા પવિત્ર આત્મા હતી, પરંતુ એક ઋષિ અને વૈરાગી તરીકે તેનો પાલન પોષણ કરવા તેઓ સક્ષમ નહોતા. થોડા સમય બાદ ઋષિ અગત્સ્યને જ્ઞાત થયું કે ગંધર્વના રાજા સંતાનપ્રાપ્તિ માટે તપ કરી રહ્યાં છે. તેથી તેમણે રાજાને પોતાની નવજાત પુત્રી સોંપી દીધી. ગંઘર્વના રાજાએ ખૂબ પ્રેમથી એ બાળકીનો ઉછેર કર્યો. જ્યારે એ પુત્રી યુવાન થઇ ત્યારે અગત્સ્ય ઋષિએ જ રાજા પાસેથી એ કન્યાનો હાથ માંગ્યો અને તેની સાથે વિવાહ કર્યો.

વિવાહ બાદ અગત્સ્ય ઋષિએ પત્ની થકી બે સંતાનોને જન્મ આપ્યો. રૂકે હતા ભૃંગી ઋષિ કે જે શિવના પરમ ભક્ત હતા અને બીજુ સંતાન આયુતા હતાં. આ દરમિયાન દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્વ થયું. જેમાં પરાજીત દાનવો સમુદ્વના તળિયે છુપાઇ જાય છે. દાનવોને સમુદ્રમાંથી બહાર કેવી રીતે લાવવા તે બાબતે દેવો પણ મૂંઝવણમાં મુકાઇ ગયાં. આખરે દેવગણ મહાદેવની શરણમાં જાય છે. ત્યારે કૈલાશપતિ ભોલાનાથે પોતાના પરમ ભક્ત અગત્સ્ય ઋષિનું નામ લીધું.
પરમ તપસ્વી એવા અગત્સ્ય ઋષિએ સંસારની રક્ષાકાજે અને દેવોની સહાય માટે પોતાના તપોબળથી સાતે સમુદ્રોનું જળ પી લીધું. ત્યારે જ તમામ દાનવોનો સંહાર થઇ શક્યો. રૂમ દેવોએ દાનવોને પરપાજિત કર્યાં. તો આ કથા હતી, શિવના પરમ ભક્ત ઋષિ અગત્સ્ય અને પુત્રી સાથે તેમના વિવાહની

કોઈ પણ પ્રતિભાવ આપતા વિષય ને સમજજો. અને અગત્સય મુનિ ની લાયકાત માં આવવાનો પ્રયાસ કરજો

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111363946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now