#આનંદ
રોજ સવારે ઉઠી ભગવાન સામે દશ મિનિટ વિતાવો ત્યારે જે શાંતિ મળે તેને આનંદ કહેવાય.
દિવસ દરમિયાન ફક્ત કોઈ એક વ્યક્તિના ફેસ પર સ્માઈલ લાવો ત્યારે એ જોઈને મળે તેને આનંદ કહેવાય.
સાંજે ઘરે આવો અને ઘરનાં સભ્યો તમારાં આવાની આતુરતાથી રાહ જોતાં હોય ત્યારે જે ફીલિંગ આવે એને આનંદ કહેવાય.
ભલે બહાર હરવા-ફરવા ન જાવ પરંતુ નાની-નાની વાતમાં ખુશીઓ શોધી જીવે તેને ખરો આનંદ કહેવાય.
દિવસના થાકેલા પથારીમાં પડતાજ જો નિરાંતની ઊંઘ આવી જાય એને જ મિત્રો ખરો આનંદ કહેવાય.
meghu