Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Why Sundarkand Was Named As Sudarkand?

સુંદરકાંડનું નામ સુંદરકાંડ જ શા માટે રાખવામાં આવ્યું ?

હનુમાનજીની સફળતા માટે સુંદરકાંડને યાદ કરવામાં આવે છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમા અધ્યાયને લઈને લોકો કાયમ ચર્ચા કરતા હોય છે કે આ અધ્યાયનું નામ સુંદરકાંડ જ શા માટે રાખવામાં આવ્યું? આજે આપણે અહીં આ પ્રશ્નનો જવાબ જાણીશું...

શ્રીરામચરિતમાનસમાં છે 7 કાંડ

શ્રીરામચરિતમાનસમાં કુળ 7 અધ્યાય છે. સુંદરકાંડ સિવાય બધા જ અધ્યાયના નામ સ્થળ અથવા સ્થિતિઓના આધારે રાખવામાં આવ્યું હતું. બાળલીલાનું બાલકાંડ, અયોધ્યાની ઘટનોનું અયોધ્યા કાંડ, જંગલના જીવનનું અરણ્ય કાંડ, કિષ્કિંધા રાજ્યને લીધે કિષ્કિંધા કાંડ, લંકાના યુંદ્ધની ચર્ચાનું લંકા કાંડ અને જીવન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ ઉત્તરકાંડમાં આપવામાં આવ્યાં છે.

સુંદરકાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યું?

હનુમાનજી, સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત ઉપર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત એટલે 3 પર્વત. પહેલો સુબેલ પર્વત, જ્યાંના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલ પર્વત, જ્યાં રાક્ષસોના મહેલ વસેલા હતા અને ત્રીજો પર્વત સુંદર પર્વત, જ્યાં અશોક વાટિકા બનેલી હતી. આ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાજીની ભેટ થઈ હતી. આ કાંડની આ જ સૌથી મહત્વપૂર્ણ ઘટના હતી, એટલે તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું.

સુંદરકાંડના પાઠ કરવાથી પ્રસન્ન થાય છે હનુમાનજી

માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠ કરવાથી બજરંગ બલીની કૃપા ખૂબ જલ્દી પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિતપણે આ પાઠ કરે છે, તેમના બધા જ દુખ દૂર થાય છે. આ કાંડમાં હનુમાનજીએ પોતાની બુદ્ધિ અને બળ દ્વારા સીતાની શોધ કરી હતી. આ જ કારણોસર સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111361462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now