નરેશભાઈએ બોલવાનું સરૂ કર્યુ,”હોસ્પિટલમાંથી
ઘરે આવી દાદીના આગ્રહને વસ થઈ હું એક રવિવારે
મહાલક્ષ્મીના દર્શન કરી શાંતાક્રુઝ પાછો આવી રહ્યો હતો તો થયું ચાલ મન વર્ષોથી ગિરગાવ ચોપાટી પર નથી ગયો તો આજ ઉતરી જ જાઉં .ચોપાટી પર એકાંત
માં બેઠો હતો ને વિચારોમાં રાત ક્યારે પડી ગઈ ખબર જ ન પડી..જાગૃત થયો તો જોયું કે એક સ્ત્રી દરિયાની તરફ આગળ વધી રહી હતી.ન તેને કોઈ ભય હતો ન આજુબાજુનું ભાન.હું દોડ્યો ને તેને ખેંચી કિનારા તરફ
લઈ આવ્યો.થોડા માણસો ની મદદથી તેને ટેક્સીમાં સુવાડી ને તેના ચહેરા પર જોતા જ હું ચમકી ગયો તે વર્ષા
હતી.મારા હાથપગ જાણે જડ બની ગયા.ટેક્સીવાળો બોલતો રહ્યો પૂછતો રહ્યો હું કાંઈ જ સમજી નહોતો સકતો.આખરે મને ડોક્ટર સાહેબની યાદ આવીને હું તેને
ડોક્ટર ગીરજાશંકર એટલે તારા પપ્પાજી પાસે લઈ આવ્યો.હવે વર્ષા આંખ ખોલે તો જ કંઈક સમજાય તેમ હતું.તેણે ઝેર પી લીધું હતું.બોલતા બોલતા નરેશભાઈને
ગળે ડચૂરો બાઝી ગયો.
ડોક્ટર ગીરજાશંકરે વાત આગળ વધારતા કહ્યું,”
બેટા,એ રાત્રી અમારી કપરી ગઈ,બધું ચેકઅપ પત્યું
ત્યાં સુધીમાં અમને ખબર પડી તે મા બનવવાની હતી.
અમે બન્નેને બચાવવાનો પ્રયત્ન કર્યો.ત્રીજે દિવસે અમે સફળ થયા.તેણે આંખ ખોલતાજ સામે અંજુ અને નરેશને
જોયા તો તે જરા ધરપત પામી ને અંજુનો હાથ પકડી ચુપચાપ રડતી રહી.મે અંજુને ઈશારાથી તેને રડવા દેવાની
વાત સમજાવી.તે સાજી થઈ કે દાદીમા એક પણ શબ્દ
બોલ્યા વગર તેને ઘરે લઈ આવ્યા.તેના ઘરે જઈ તેનો ઉછેર કરનાર ચીંચીંમાને પણ લઈ આવ્યા.બેટા આજથી
ચોવીસ વર્ષ પહેલા સમાજ એવો નહોતો કે કુંવારીમાને
સમાજમાં જીવવા દે ભલે વર્ષા સમાજથી બે દસકા આગળ જીવતી હતી...,”અલંકાર સામે જોઈ તેઓ એ
વાત આગળ વધારી ,”પણ હા ત્યારે મિત્રો સાચા હૃદયથી મિત્રતા સાચવતા.નરેશભાઈએ રાતોરાત એક પણ પ્રશ્ન કર્યા વગર વર્ષા સાથે લગ્ન ગાંઠે બંધાયા.
વર્ષા નહોતી ઈચ્છતી કે છળકપટથી જે ગર્ભ તેની કુખમાં
બાળ સ્વરૂપ ધરી રહ્યો છે તે પૃથ્વી પર જન્મે.દાદીમાએ તેને સમજાવી કે તેમાં ન તો તારો વાંક છે ન તારા કુખમાં
મોટા થઈ રહેલા બીજનો,તો પછી શા માટે તેની હત્યા કરવી.વર્ષાની માન્યતા હતી કે તે બાળકમાં અંશ તો તે વ્યક્તિના છે જેણે કપટથી મારા શિયળને લૂંટ્યું છે.પણ રોજ નવા દાખલા આપી ધર્મના ગ્રંથોનું વાંચન કરી તેમણે
બેટા,એ ગર્ભનું સિંચન કર્યુ.વર્ષા રોજ રોજ હવે આવનાર
બાળકને પ્રેમ કરવા લાગી ને વરસાદી તોફાની રાત્રે એક સુંદર બાળકીને જન્મ આપ્યો.” તે એટલુંજ બોલી ,”દીકરીનું નામ નરેશ *મલ્હાર* રાખજો.આજે જુઓ ભગવાને પણ મલ્હાર રાગ છેડ્યો છેને..”