તારી યાદ
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આંસુ ની ધાર માં વહી ગયો.
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં,
જયારે એને બીજો જીવનશાથી મળી ગયો.
બીલકુલ ન હતો ગમ તૂટવાનો હૃદય માં,
બધું જ હું ચૂપચાપ સહી ગયો.
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉં છું એને,
બાકી તો જીવતો જ સાગર માં ડૂબી ગયો.
મિત્રો ના સાથ માં હસી લઉં છું જરાક હું,
નહીતર મારું દર્દ તો હું ચૂપચાપ જ પી ગયો.
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,
કારણ કે મારો પહેલો પ્રેમ અધુરો જ રહી ગયો.....