ક્યાં સુધી?
એક ની બસ એક વાતો ક્યાં સુધી ?
પાળશો વિષ ઝેર જાતો ક્યાં સુધી ?
વાત એ કે અંત જેનો ના મળે ,
ચરચવાની એ જ ચર્ચા ક્યાં સુધી ?
જ્યાં કહો જ્યારે કહો બસ વેદના,
સુણનારા પણ રહેશે ક્યાં સુધી ?
દુઃખ તારું ગગન જેવું છે ઘણું,
કકળવાનું ગગડવાનું ક્યાં સુધી ?
સુખ કેવળ કલ્પના છે મોહની,
ઝૂરવાનું ઝંખવાનું ક્યાં સુધી ?
ઉદ્યમ વગર જિંદગી નો અર્થ શું ?
આપશે આશિષ માતા ક્યાં સુધી ?
કોણ સુખ પામી ગયો તે નામ દે ?
રાચવાનું કલ્પનામાં ક્યાં સુધી ?
માણસાઈ જો જશે હે માનવી !
રાખશે ઈશ્વર ભરોશો ક્યાં સુધી ?
---------------
ગૌરાંગ ત્રિવેદી 'ઢ
ગોંડલ