મલ્હાર :૫
ભાગ : ૫
હોટલે પહોંચી બન્ને જણાં થોડા થોડા એકબીજાના વિચારોમાં અટવાયા હતા કે અચાનક જ મલ્હાર તેની ડ્રોઈંગબુક વિના સંકોચે લઈ આવીને અલંકાર પાસે મૂકી
પહેલું પાનું જોઈ ચૂકેલો અલંકાર જાણે પહેલીવાર જોતો હોય તેમ હાથમાં લઈ જોવા લાગ્યો...સાનંદાશ્ચર્ય સાથે તેણે સંજનાનું નામ વાંચ્યું અને નજર ઉઠાવી તેણે મલ્હાર સામે જોયું.મલ્હાર શરમાય ગઈ..બીજા પાનાને જોઈ તેણે
મલ્હારને ખૂબજ પ્રેમથી નજીક લઈ ફક્ત,”અદ્ ભૂત” કહ્યું .ત્રીજુ પાનું ખોલ્યું તો અલંકાર ખુરશી પરથી ઉભો થઈ ગયો.આબેહુબ વર્ષામાસી પણ લીલીબાંધણી માં હતા નહિ કે શ્વેત સાડીમાં..હવે તેને વધુ ને વધુ અચંબો એ વાતનો હતો કે જેને મળી નથી ,જેને એણે પ્રત્યક્ષ જોયા નથી તેને એ કેવી રીતે ..! તેની આંખો વિસ્મિત થઈ ગઈ,કેમ કેવી રીતેને ...આબેહૂબ જ!
તે ચુપ અવાક ને મૌન બેસી રહ્યો.મલ્હારે તેના ખભે હાથ મૂકી એટલું જ કહ્યું વરસોથી જેની તલાશ હતી તે આ વ્યક્તિ ..બસ મારે મમ્મીને અને મારા પપ્પાને મળવું જ રહ્યું.પછીજ નિર્ણય લઈ શકું કે મારે શુંકરવું.?અલંકારને એણે અત: થી ઈતિ વાત કરી ,”જે રાત્રે તે વિદાય થઈ આવી તે રાત્રે તેણે વર્ષામાસી નો ફોટો પપ્પાની સાથે એમના આલ્બમમાં જોયો હતો. તે જ છબી તેણે અહીં ચિત્રિત કરી છે.પહેલીવાત તો હું પણ તેમને જોય અવાક રહી ગઈ હતી.” પણ વાત બગડે નહીં તેથી જ વાતને એણે બદલી હતી.અલંકારે તેને કહ્યું ,” કાલે તારે ફરી મળવું હોય તો હું લઈ જવા તૈયાર છું.” પણ તેણીએ નકાર કરી દઈ સૂવાની તૈયારી કરી.