Gujarati Quote in Blog by Nipa Joshi Shilu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધા અને કાન્હાનો સંવાદ...

કાનુ, શું હજું તું રંગોથી રમે છે? તને યાદ છે... આપણે ગોકુળમાં કેવા રંગોની રમત રમતા! કેસુડાના ફૂલો, અબીલ, ગલાલ આ બધાથી ગોકુળ પૂરું રંગાઈ જતું! પણ હે કાનુ! હવે તો તું દ્વારિકાધીશ છે ને! શું તું હજુ પણ તારા નગરની શેરીઓમાં આ રાધા ને કલ્પી શકે છે?

"રાધા, રંગોથી આમ તો હવે મોહ છૂટી ગયો છે... પણ મારા ગોકુળનું અને તારું નામ પડે ને એટલે... આ દ્વારિકાધીશ ફરી તારો "કાનો" બની જાય છે!"રાધા, તને કલ્પવી એ મારા હાથમાં જ નથી.. તું મારા મોરલીના સૂરમાં વહે છે.. મારા મોરપીંછની ટિલડી રૂપે શોભાયમાન છે.. તો મારા મૂકુટનો સૌથી વધુ ચમકતો રત્ન તું જ તો છે! "બોલ મારા દિલના ટૂકડા... આમાં તને હું ક્યાં કલ્પું? તું મારા અસ્તિત્વમાં જ વણાયેલી છે!

રાધા, આજે હું બાળક બનીને તને પૂછું," શું તું મને તારા અસ્તિત્વમાં અનુભવી શકે છે?" કાનુ, તારી મોરલીના સૂર હવે મારા મનમાં રોજ સૂર રેલાવે છે! તને તો ખબર જ છે ને.. હું સુરમો ન આંજતી આંખમાં! પણ.. હવે રોજે આંજુ ક્યાંક મારી જ નજર તને ન લાગી જાય ને એટલે! " તું મારી આંખોમા રહે છે... હવે તો મારી કીકી જોનાર પણ સમજી જાય છે કે, કાનો રાધાની આંખોમાં વસે છે."

કાના, આ ધૂળેટીએ તું રમજે હો ને! ગુલાલને તારી હથેળીમાં લઈને રુકમણીને તારા રંગે રંગી દેજે.. મને લાગશે હું રંગાણી તારા રંગે!"હું આ બધું જ જોઈશ કેવી રીતે તને ખબર છે? અરિસા સામે ઊભી રહીને... કારણ મારી આંખોમાં તું જ તો સમાયેલો છે.. એટલે તારું પ્રતિબિંબ તો મને દેખાવાનું જ ને!"

તું તારી જવાબદારી સૂપેરે નિભાવજે, કાન્હા! હું પણ મારી જવાબદારી નિભાવીશ. આ ધૂળેટીએ એક નવો જ રંગ લાગશે રાધા અને કાન્હાને.. અને એ રંગ એકબીજાનાં અસ્તિત્વમાં ભળી જવાનો હશે.. જે ક્યારેય પણ ઝાંખો નહીં પડે!
- નિપા જોશી શીલુ

Gujarati Blog by Nipa Joshi Shilu : 111358381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now