Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⭕કોરોના વાઇરસ અને દેવાયત પંડિત ની ભવિષ્ય વાણી⭕

‼️પોરો આવશે રે સંતો પાપનો‚ધરતી માગશે રે ભોગ‼️
‼️કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ‼️
‼️લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે‼️
‼️એવા દેવાયત પંડિત દાડા દાખવે‼️

✍️દેવાયત પંડિત એક સંત મહાપુરુષ ની હરોળના આધ્યાત્મિક પંથના ચાલનારા અને સતગુરુ ચરણ સેવનાર સંત હતા, દેવાયત પંડિત એક એકડો પણ ભણેલા નોહતા,,,,,પણ એમને પંડિત નું બિરદ આપવામાં આવેલું એપણ વિશ્વ પરિષદ જે કાશી શહેરમાં યોજાઈ હતી અને બાવાજી ઉગમશી ના આદેશ થી દેવાયત ખૂબ અદભુત આધ્યાત્મિક પ્રવચન આપેલું જેથી આખી ધર્મસભા પ્રભાવિત થઈ હતી,,,અને તમામ જ્ઞાની જનોએ મળીને દેવાયત ને પંડિત નું સન્માન આપેલું ત્યારથી દેવાયત પંડિત તરીકે ઓળખવામાં આવે છે,,,,દેવાયત પંડિતની ઘણી આધ્યાત્મિક અનુભવોની વાણી જોવા મળે છે,,,,,,તેનાથી પણ વિશેષ એમને ત્રિકાળ જ્ઞાન હતું અથવા એમની ભવિષ્ય વાણી સચોટ પડતી,,,અને હજુયે પડે છે,,,,આજના હાલના સમયમાં એક ભયંકર જીવલેણ રોગ પ્રસરી રહ્યો છે જે રોગ ચેપી રોગ છે જે રોગના લક્ષણો સામાન્ય છે,,,,,,છતાંય આખી આધુનિક દુનયાના સારા સારા વૈજ્ઞાનિકો તથા સંશોધકો આ કોરોના નામની બીમારીથી બચવાનો કોઈ ઉપાય કાઢી શકતા નથી,,,,અને જ્યાંથી આ રોગ ફાટી નીકળ્યો ત્યાં હજારોની સંખ્યામાં લોકો મોતના મોઢામાં જતા રહ્યા,,,,લાખોલોકો આ રોગથી અસરગ્રસ્ત થયાચે અને હજુ લોકો આ રોગના શિકાર બની રહ્યા છે,,,,હાલની તારીખમાં આ કોરોના,,,,નામ સાંભળીને યમરાજ સામો દેખાય છે,,,,પણ અહીંયા આ વિષય કાઢવાનો એકજ મતલબ છે કે આજથી ઘણી સદીઓ પહેલા દેવાયત પંડિત નામના મહાન સંત,,,,જેમને ભવિષ્યવાણી કરી હતી તે આજે સાચી પડતી લાગે છે,,,,અને સંત ના શબ્દો સાચા પડે છે,,,,એમના આખા ભજનમાંથી મેં એમની રચનાના અમુક શબ્દો લીધા છે,,
‼️પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‼️
આ શબ્દો દેવાયત પંડિત સદીઓ પહેલા કહી ગયા,,અને આજે એ શબ્દો સાચા પડે છે,,,આ રોગ ચીન દેશમાં ઉત્પન્ન થયો અહીંયા નિર્દોષ પશુ પક્ષી મૂંગા જાનવર તથા ઘણા એવા નિંદનીય કાર્યો અહિયાના લોકો કરતા,,,સૌથી પહેલા તો કોઈપણ જીવ હત્યા કરવી વગર કારણ સર એ મોટું પાપ છે,,,,આવા અનેક જીવોને વગર વાંક ફક્ત આસુરી વૃતિરાખી ખાવામાં ઉપયોગ કરતા,,,,તો આવા પાપનો પોરો આવ્યો એમ કહીએ તો કોઈ વાંધો નથી,,,,ધરતી માંગશે રે ભોગ,,,સાચી વાત છે ધરતી ની પ્રકૃતિના ચક્રમા દરેક જીવોનો સાથ છે,,,જેમકે એક સાધારણ માં સાધારણ અળસ્યું પોતાના જીવન કાળમાં જમીનને ફળદ્રુપ બનાવે છે,,,અને ધરતીને હરિયાળી કરે છે,,,,અને આ ચક્રમાં બાધા આવે પછી તેનું પરિણામ કંઈક બીજૂજ આવે જેની મનુષ્યને કલ્પના પણ હોતી નથી,,,માટે સંતુલિત થવા અનેક જીવોને ભોગ થાય છે,,,,
‼️કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ‼️
કેટલાક ખડકે સહારશે,,,,આજે આપણે જોઈએ છે આખી દુનિયામાં માનવ માનવનો સહારક બનીને મારે છે,,,isis આતંકવાદી સંગઠને કેટલા નિર્દોષ લોકોને મારી નાખ્યા,,,,આવું આખી પૃથ્વી ઉપર ચાલી રહ્યું છે,,,અને અત્યારે સહુ લોકો જાણેજ છે,,,,,અને આજે કોરોના નામના રોગે લોકોને પોતાનો પ્રકોપ બતાવી દીધો છે અને લોકો રોજ મરે છે,,,,આવા લખ્યા ભાખ્યાં આવી ગયા છે,,,અને આપણે આપણી નજરે જોઈએ છે અને ભયભીત પણ છીએ,,,,તો આ શબ્દો દેવાયતપંડિત એમની ભવિષ્યવાણી મા કહી ગયા હતા તો આવા મહાન સંતો જે કહી ગયા તે આજે આપણે અનુભવ્યયે છે,,,આટલી દિવ્ય દ્રષ્ટિએ સંત પોહચી શકે છે,...જય ગુરુ મહારાજ,,,

‼️જય જીવણ બાપા‼️
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.

Gujarati Religious by બાબા સત્સંગી : 111358058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now