લાગણી નથી કાગળ જેને આપણે ફાડી નાખીએ , ચૂંથી તેનો વિનાશ કરી શકીએ ,તે નથી બ્લેક બોર્ડના અક્ષર જેને આપણે ચાહિયે ત્યારે ભૂંસી શકીએ , તે નથી કાચ જેને આપણે તોડી શકીએ : લાગણી તો આપણા હ્રદયમાંથી વહેતું નિરંતર ઝરણું છે. તેના પ્રવાહને રોકવો કે રૂંધવો , માર્ગ બદલવો એ લગભગ અશક્ય વાત છે .