મલ્હાર -૩
ભાગ -૩
સાસરે આવ્યાને પહેલો દિવસ હતો,મલ્હાર દાદીના હાથે કેળવણીને સંસ્કાર પામી હતી.તેની સાલસતા તેના વર્તુણુકને વધું શોભાવી રહ્યા હતા.તેણી પહેલી રાતે અલંકારની બાહોમાં જીવન નૈયાને સોંપી તૃપ્ત હતી.અલંકારને પણ સ્વરૂપવાન ને સાલસ સાથીદાર મળ્યાનો આનંદ હતો.ધંધોને હોસ્પિટલ સંભાળતા અલંકારને પપ્પાએ સવારના પહોરમાં જ એક પરબીડિયું પકડાવી દીધું.નાસ્તાના ટેબલ પર સાસુમાં અંજુબેન અને સસરા ડો.ગીરજાશંકર જોડે મલ્હાર ને અલંકાર પણ બેઠા હતા. અલંકાર તે પરબીડિયું ખોલે તે પહેલાજ પપ્પાએ હુકમ કર્યો કે બન્ને તૈયાર થઈ હોસ્પિટલમાં આવો.અંજુબેને કહ્યું ,”દીકરી નો પહેલો દિવસ છે ઘરમાં ને તમે આજે જ કેમ કામે બોલાવી રહ્યા છો?”
અલંકાર જેનું નામ પપ્પાની આજ્ઞા માની બન્ને તૈયાર થઈ ને પપ્પા સાથે જ હોસ્પિટલ પહોંચ્યા.ત્યાં તેમની કેબીન ની બાજુમાં જ મલ્હારની કેબીન તૈયાર કરાય હતીને તેની પર સુંદર અક્ષરોમાં ડો.મલ્હાર (બાળકો ના નિષ્ણાંત )વાંચી મલ્હાર રોમાંચિત થઈ ઉઠી. તે કેબીનમાં પ્રવેશી તો તેના સસરા જેને તેણી પાપા કહીને પગે લાગી ઊઠીને આંખોમાં હર્ષાશ્રું સાથે આભાર માની રહી.તે જ પળે તેણીએ સપથ લીધા કે કોઈ પણ મુશ્કેલીથી નહિ ડરે દરેક બાળકની તે *મા* બનશે ને તેમના રોગની સામે લડશે.અચાનક જ તેની આંખો સામે જુદી જુદી સ્વપ્નમાં જોતી માની આકૃતિ દ્રષ્ટિમાન થઈ ગઈ.એ વગર મા બને અનેકોની *મા*બન્યાનું વાત્સલ્ય
અનુભવવા લાગી.
અલંકારે કેબીનમાં જઈ પરબીડિયું ખોલ્યું તો પપ્પાએ બે વિમાન ટિકિટો બન્નેના હનીમૂન માટે મૂકી હતી. બન્નેને બે દિવસ પછી શ્રીનગરની ફ્લાઈટ પકડાવવા બન્ને પતિ પત્ની આવ્યા હતા.અંજુબેને તેને તેમની એક સખી નો નંબર પણ આપ્યો હતો જે શ્રીનગરમાં એક સરસ આશ્રમ ચલાવતી હતી.મળીને આવવાનો આગ્રહ કર્યો હતો.ઓછા બોલી મલ્હારે તે લઈ પ્રશ્ન કર્યા વગર પર્સમાં મૂકી દીધો હતો.તેણી અલંકાર સાથે શ્રીનગરમાં પગ મૂક્યો.વિમાનમાંથી દેખાતી હિમાલયની બર્ફીલી પર્વતમાળાઓની શ્રુંખલા તેને આકર્ષી ગઈ.બન્ને હોટેલ પર પહોંચ્યા તો તેણીએ અલંકાર પાસે એક એ ફોર સાઈઝની ડ્રોઈંગબુક ને થોડા પેન્સિલ ક્રેઓન રંગની માંગણી કરી.અલંકારને તેના આ બચપનાનું આશ્ચર્ય થયું.અલંકારે તે મંગાવી તેને સોંપ્યા.
અલંકારતો તેના આ હુન્નરથી અજાણ જ હતો.
શ્રીનગરના દાલસરોવરમાં નૌકાવિહાર કરતા કરતા તે ખૂબ જ રૌમાંચિત થઈ ઊઠી.ત્યાંથી શીવમંદિર ને શંકરાચાર્યના મંદિરના ૨૫૦ પગથિયા ચઢી તે ઉપરથી જ શ્રીનગરને આંખોથી જ પી રહી જાણે કુદરતને તે નજરોમાં સમાવી સાથે લઈ જવા માંગતી હોય.નીચેથી દેખાતો ગરૂડપક્ષી જેવો આ મઠ ઉપરથી શ્રીનગરના સૌંદર્યને
પ્રગટ કરતો હતો.બીજા દિવસે તેઓએ નક્કી કર્યું કે તેઓ શ્રીનગરના બગીચાઓ જોવા જશેને એક દિવસ દાલસરોવરમાં હાઉસબોટમાં રહીને સૂર્યાસ્ત માણશે.એ રાત્રે તે હોટેલના ટેબલપર બેસી કંઈક કરી રહી હતી ને અલંકાર તેના ધંધાના ફોનકોલ પર બીઝી હતો.કલાક જેવી વાતો કરી અલંકાર કોરીડોરમાંથી રૂમમાં આવ્યો તો મલ્હાર રાહ જોતા જોતા પલંગપરજ બેઠી બેઠી સૂઈ ગઈ હતી.ટેબલલેમ્પના ઝાંખા પ્રકાશમાં અપ્સરાના સૌંદર્ય ને ઝાંખું પાડે તેવી તે દિસતી હતી.તેને જોઈ અલંકાર બોલી ઉઠ્યો,” મલ્હાર,તને ભગવાને સાચેજ ફુરસદમાં ઘડી હશે.મને તારી ઈર્ષા આવે છે.”મલ્હાર મંદમંદ હસી પડી.
બન્ને જણની એ રાત્ર જાણે દેવોને પણ ઈર્ષા આવે એવી સુંદર બની ગઈ.સવારે અલંકારની આંખ ખૂલીતો તેણે જોયું કે મલ્હાર બહાર બાલ્કનીમાં ચા પી રહી હતી.તે ઉઠ્યો ને બાથરૂમ તરફ જવા ગયો તો તેની નજર પેલી ડ્રોઈંગ બુક પર ગઈ,સહજ કુતુહલતાથી તેણે પહેલું પાનું ખોલ્યું તો તેની પર વાંચ્યું To,Sanjana with love,
From: Malhar Di 🌹💖