Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાગ :૨
હોસ્પિટલમાં જવાનું શરૂ કર્યા પછી મલ્હાર થોડી મોડી આવતી તો દાદી ઊપરનીચે થઈ જતા.તે સમય પર જમી લેવા દાદીને કહેતી પણ દાદી એની ને પપ્પાની રાહ જોતાને જમતા જમતા ઠપકા ભરી આંખે જોઈ લેતા.તે મનમાં થોડી દુ:ખી થતી પણ ઊપર ઊપર દાદી ને ચીઢવતી.દાદી રિસાય જતા તો મનાવતી,પણ આજકાલ જોતી હતી કે દાદી અશક્ત થતા જાય છે.થોડું ચાલતા હાંફે છે.તે દાદીનું બલ્ડપ્રેશર માપતી, દવાઓ આપતીને છેલ્લે પથારીમાં સુવાડી ઓઢાડીને પછી જ સુતી. દાદીએ જ તો તેને મોટી કરી છે.મા તો તેને ખબર જ નહોતી.વધુને વધુ તે ઈચ્છતી કે દાદીને ભગવાન તેની પાસે રાખે.એક રાતે દાદીએ ઈમરજન્સી બેલ વગાડીને તે પહોંચે તે પહેલા દાદીએ આંખો મીંચી દીધી.ભગવાન જીતી ગયો તેવું મલ્હારના મનને લાગવા લાગ્યું.
રોજ રોજ પપ્પા પણ ઓફિસથી મોડા આવતા,તેની પણ સીફ્ટ બદલાતી રહી.પપ્પાને તેની વચ્ચે એક સેતુ હતા દાદી તે જ તૂટી ગયો હતો.હવે તે પપ્પાને અઠવાડિયામાં એક કે બે વાર જ મળતી.જમવાના ટેબલ પર બે અજાણ્યા વ્યક્તિની જેમ મળી છૂટા પડી જવા લાગ્યા.નાનપણથી કોઈ ખાસ મિત્રો ન રાખવાળી મલ્હાર હવે સખીની ખોટ સાલવા લાગી.ઘરમાં ને બહાર તેની સખી સંજના બની ગઈ,માળી કાકાની બાર વર્ષની દીકરી.તે પણ ઘીરે ઘીરે મલ્હારની ગાડી આવતી કે તુરતજ બધા કામ પડતા મૂકી મલ્હારદીદીને મળવા દોડી આવતી.સાથે લઇને આવતી ડ્રોઈંગબુક ને થોડા રંગ.જે એ વરસો પહેલા માળિયે ચઢાવી ચૂકી હતી.ચુપચાપ રંગો સામે એકી ટસે જોઈ રહેતીને પછી આંખો ભીની કરનારા બે અશ્રુ બિન્દુ લૂછી ઉભી થઈ જતી.બન્ને સખીની એક સમાનતા હતી કે બન્નેને મા નહોતી.હા પણ સંજનાએ માને જોઈ જરૂર હતી.તેથી તે વારંવાર મલ્હારદી ને તેની વાતો કર્યા કરતી.ફરી એ જ સ્વપ્ના મલ્હાર રાતભર જોતી ને ફરી એ મા સરકી જતી.સફેદ રંગના કેન્વાસ પર તે બધા રંગ વાપરતી પણ પેલો લોહી જેવો લાલ રંગ ક્યારેય ન વાપરતી..!સંજનાને તે સુંદર કલ્પનાની પરીની જેમ નીત નવી વાર્તા કેન્વાસ પર ટૂકડે ટૂકડે ચિત્રિત કરી દેતી.

Gujarati Story by Jayshree Patel : 111357641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now