આજે મહિલા દિવસ છે....
એક મહિલા દ્વારા લખાયેલ એક હિન્દનર ની નવલકથા...
ભગતસિંહના પુરા જીવન પર લખાયેલ એક જીવનકથા...
આ પુસ્તકના લેખિકા મૃણાલીજી ભગતસિંહના માતા શ્રી વિદ્યાવતી કૌરને એમના ઘરે મળ્યા છે. એમના બહેનને ખૂબ નજીકથી જાણ્યા છે.
કદાચ ભારતના વર્તમાન સમયમાં કોઈ લેખક રઝળપાટ ન કરી શકે એટલી રઝળપાટ મૃણાલીજીએ આ પુસ્તક લખવા માટે કરી છે...
પુરા પુસ્તકમાંથી હું બે વાર પસાર થયો છું. મને ક્યાંય દોષ કે ક્ષતિ નથી લાગી. એક કોમળ કલમ જ્યારે વીરતાનું વર્ણન કરે છે ત્યારે એ કલમ નહિ પણ આગના ગોળા બની કાગળના પન્ના પર પોતાના હસ્તાક્ષર અંકિત કરતા હોય છે...
ગુજરાતની તમામ નારીએ શ્રી મૃણાલીજી એ લખેલ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. એવું મારુ અંગતપણે માનવું છે.
મનોજ સંતોકી માનસ