જ્યારે સમય હતો ત્યારે મેં કર્યો ન એકરાર ,
શાથી હવે તુજ માટે દિલ થયું છે બેકરાર
મેં જોયા હતાં તારા મારા માટે સપનાં હજાર,
પણ તે સપનાં ગયા તુટી જ્યારે તેં કર્યો ઇનકાર
મારું મન હતું રણમાં ભટકતા મુસાફર સમાન ,
પ્રેમ હતો મૃગજળ પણ દેખાયો તે પાણી સમાન
તેં મને છોડ્યો છે મઝધાર , હવે કેમ જશે અવતાર?
જતી નથી યાદ તારી હ્રદયથી , મેં પ્રેમ કર્યો છે પ્રથમવાર.
કવિ : જ્યોતિન્દ્ર મહેતા