: દરેક પિતાના ભાગ્યમાં પુત્રી નથી હોતી!!"
ચોક્કસ વાંચો
રાજા દશરથ પોતાના ચારેક દીકરાઓની જાન લઈને જયારે રાજા જનક ના દ્વાર પર પહોચ્યા ત્યારે રાજા જનકે સમ્માનપૂર્વક જાનૈયાઓ નું સ્વાગત કર્યું. ત્યારે દશરથ રાજાએ આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા.
આશ્ચર્યચકિત થઇ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઉભા કરીને કહ્યું, ‘મહારાજ! તમે મોટા છો, વરપક્ષ વાળા છો, આવું તમે કેમ કરી રહ્યા છો?’
આ વાત પર દશરથ રાજાએ સુંદર વાત કરી, ‘મહારાજ, તમે દાતા છો, કન્યાદાન કરી રહ્યા છો, હું તો ભિક્ષુક છુ, તમારા દરવાજે કન્યા લેવા આવ્યો છુ, હવે તમે જ જણાવો કે દાતા અને ભિક્ષુક બંનેમાં કોણ મોટું છે?’
આ સાંભળીને જનક રાજાની આંખમાંથી અશ્રુધારા વહી પડી.
ભાગ્યશાળી હોય છે એ જેના ઘરે છોકરીઓ હોય છે!!
મોરલ:-
દરેક પુત્રીના ભાગ્યમાં પિતા હોય છે,
પરંતુ દરેક પિતાના ભાગ્યમાં પુત્રી નથી હોતી.