હા હથિયાર ઉપાડવા પડે છે
હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા ગેંગરેપના તમામ હવસખોરોને પોલીસ દ્વારા એન્કાઉટર કરી મારી નાખવામાં આવ્યા એનું કારણ મારા અંદાજે માત્ર આ જ રહ્યું હશે. કારણ કે ભારતના કાયદામાં અનેક છટકબારી છે. જ્યાંથી ગુન્હેગાર કાયદા સાથે મજાક કરી શકે છે. ગુન્હો સમાજ, કોર્ટ અને સમાજની તમામ સંસ્થા સામે છે. છતાં એના બચાવમાં વકીલોની લાંબી લાઈન લાગે છે. જરાક અયોગ્ય થાય (કાયદાની નજરે) તો માનવઅધિકારવાળા લાંબી અરજી કરી હેવાનોની રક્ષા કરવા તત્પર રહે છે. આજે ભ્રષ્ટાચાર કરનાર કે ગુન્હાખોરી કરનાર બિન્દાસ ફરી રહ્યા છે કારણ કે એના ગુન્હાઓ સાબિત થતા વર્ષો નીકળી જાય છે. અપરાધ એટલા માટે વધી રહ્યા છે કારણ કે દેશનો કાયદો આવા નરાધમોને હાથની કઠપૂતળી બનીને રહી ગયો છે. જે લોકો અનેક કત્લ કરી ને પણ સંસદ અમે વિધાનસભામાં પહોંચી જતા હોય છે એમને મન કાયદો કશું જ નથી. ફુલનદેવી થી લઈને ઉન્નવાના વિધાયક કુલદીપ સુધી ચાલ્યા આવો. લાલુથી લઈને અનેક ભષ્ટાચાર કરનાર નેતાઓ સુધી ચાલ્યા આવો. શુ કરી શક્યા આપણે એનું? એક કાયદો એ પણ હોવો જોઈએ કે માત્ર ચોરીનો ભી આરોપ હોઈ તો પણ એ કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડી શકે. આ કાયદાનું તટસ્થતાથી પાલન પણ થવું જોઈએ.
આદરણીય બી.એમ. આંબેડકર સાહેબના મૂલ્યો અને એમને જે મહેનત કરી ભારતને જે બંધારણ આપ્યું, કાયદાઓ આપ્યા એમનું અવમૂલ્ય આજના ગુંડાઓ અને નેતાઓ જાહેરમાં કરી રહ્યા છે અને કાયદો મૂર્છિત થઈને પડ્યો છે. જ્યાં સુધી ઝડપી ન્યાય નહિ મળે ત્યાં સુધી દેશના દલાલો આમ જ દેશ અને સમાજને વહેંચતા રહેશે. આપણા ગુજરાતમાં મોડાસામાં થોડા દિવસ પહેલા જે અઘટના બની એક દીકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને એને મારી નાખી, દીકરીનો પરિવાર ન્યાય માટે દીકરીના પાર્થિવ દેહને લઈ ફરતો રહ્યો અને કાયદાના રક્ષક કેસ લખવા માટે પણ તૈયાર ન હતા. સમાજનું દબાણ થયું અને પછી નરાધમોને પકડ્યા. બસ, આ જ છે આપણી સામાજિક વ્યવસ્થા જ્યાં ઈમાનદારી, નિષ્ઠા, દેશપ્રેમ, ન્યાયનું કોઈ જ મૂલ્ય નથી.
(સમાપ્ત)
✍️મનોજ સંતોકી માનસ✍️