સમય ઔષધિ છે, સમય એ કાળચક્ર નો પ્રાકૃતિક માપદંડ છે
માટે જે સમય નો સદુપયોગ કરી જાણે છે ,તેઓ તરી જાય છે
અને દુર ઉપયોગ કરે છે તેઓ ડુબી જાય છે.
બુધ્ધિશાળી. વ્યક્તિ એ પોતાનો સમય અનુકૂળ ના હોય ત્યારે
દુશ્મનને પણ દોસ્ત બનાવી સમાધાન વૃત્તિ રાખવી અને પ્રતિકૂળ સમય ચાલ્યો જાય ત્યારે યોગ્ય નિર્ણય લેવો.
કાળની ગતિ ગહન છે, માટે પ્રત્યેક પળ નો સદઉપયોગ કરી
જીવન ઝરમર ને ઉન્નતિ ના શિખરે ધીમે ધીમે લ ઈ જવું.
કશુંય એકાએક પ્રાપ્ત થાય નહીં, ઉચિત પરિશ્રમ કરીને યોગ્યતા ધરાવતા અનુકૂળ સમય આવતા સુધી પ્રતિક્ષા કરવી
આથી શુભ ફળ પ્રાપ્ત થાય છે
વર્તમાન સમય એજ તમારો પરમ મિત્ર છે, એજ સાચો
સખો , તેનો ઉપયોગ કરી જીવન ના સંગ્રામ માં સમાધાન ખોળી કાઢો,
જે વર્તમાન સુધારે છે, તેનું ભવિષ્ય ચોક્કસ સુધરી જાય છે
આગળ મહાન શત્રુ છે, કાળ ના ગાલ માં કેટલાય યુગો છવાઈ
ગયા, બધું ગતિશીલ છે એજ કાળ ની રમત છે. જે આ રમત
જાણે છે , તે વર્તમાન ની મૈત્રી ભાવનું નું માંગલ્ય દ્વાર ખોલી
પોતાની મંઝીલ સુધી પહોંચી જાય છે.
========={{}}===={{}}========