ક્યાંક વાંચ્યું હતું કંઈક અને એના આધાર પર જ એક વાત મેં હંમેશાથી સાચી માની છે કે કંઈક અધૂરું છૂટ્યું હોવું જોઈએ કોઈ એક વેળા એ શ્વાસમાં, કશુંક અંદરથી ખાય રહ્યું હોવું જોઈએ તો જ કલાકારની કલા પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આજના આ સમયમાં પૂર્ણતા છલકાતી હોય એવી કલા બહુ ઓછી જોવા મળે છે ને એવાં કલાકારો પણ જે અધૂરપ સાથે બાથ ભીડીને જીવતા હોય...
(ને હા અહીં પેલી પૈસેટકે વાળી કે પછી gf/bf ના બ્રેકઅપ વાળી અધૂરપની વાત નથી. અને મને પૂછવું નહીં કે કેવી અને કઈ અધૂરપ કારણ હું સમજાવી નહીં શકું ને હું એ લાયક પણ નથી કે કોઈને આ વાત સમજાવી શકું. એ તો સૌ કોઈએ આત્મસાત જ કરવી જોઈએ)
બાકી તો આજકાલ બધાં સ્ટાર્સ છે બધાં પ્રચલિત છે. સંગીત ના -સં- નું ઉચ્ચારણ પણ ખબર નથી હોતી એવા લોકો સોશિયલ મીડિયા પર સંગીતકાર બની બેઠા છે. પાંપણો ને નેણ ઊંચા નીચા કરે અને થોડાં હોઠ મલકાવી દેય એમાં તો એ મહાનુભાવો એક્ટર્સ બની બેઠા છે.
સમયનો બગાડ ન કરો, મનોરંજન એક હદ સુધી જ સારું લાગે છે છેવટે તો મન શાંતિ જ ઝંખે છે. એવી વાત નથી કે મનોરંજન ન મેળવો પણ જે લોકો ખરેખર મહેનતું છે, જે ખરેખર સાંભળવા, સમજવા લાયક છે એમને તમારો થોડો સમય આપો.
બધા જુએ છે એ જોવું જરૂરી નથી. બધાં કહે છે એ જ સારું હોય એ જરૂરી નથી. તમને જે શાંતિ અર્પે એ સારું બીજું બધું ખરાબ તો નહીં પણ હા તમારા માટે સારું નથી એમ માનવું.
આ બધું હું મને કહી રહી છું... પણ જે કોઈએ માનવું હોય એ માની શકે છે હું ના નહીં પાડું. 😜