Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ શુકન-અપશુકનનું હંમેશા રાખવું ધ્યાન, ઘરમાં નહીં આવે દરિદ્રતા

સ્વચ્છતા જાળવવા માટે દરરોજ ઘરમાં સાફ-સફાઈ ઉપરાંત કચરા-પોતા પણ થતાં હોય છે. ઘરમાં રોજ સફાઈ થતી હોય ત્યાં લક્ષ્મીજી સ્થાયીવાસ કરે છે. શાસ્ત્રોમાં ઝાડુને પણ મહત્વનું ગણવામાં આવ્યું છે. કારણ કે સામાન્ય એવું ઝાડુ જ ઘરમાંથી દરિદ્રતારૂપી ગંદકી દૂર કરે છે. ઘરના ખૂણે-ખૂણામાં સફાઈ થતી હોવાથી વાતાવરણ હંમેશા સકારાત્મક રહે છે. તો આજે જાણી લો કે કેવી રીતે તમે રોજની સફાઈમાં કેટલાક ઉપાયો અજમાવી અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

જ્યારે પણ ઘરમાં પોતાં કરવામાં આવે ત્યારે તે પાણીમાં થોડું નમક ઉમેરી દેવું. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે. તે વાત સૌ કોઈ જાણતું હશે. આવી રીતે પોતા કરવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઈ જાય છે. માનવામાં આવે છે કે ગુરુવારે ઘરમાં પોતાં ન કરવા જોઈએ. તેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા નિયમોને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં પણ હંમેશા ખુશીઓ જ છવાયેલી રહેશે.

શુકન-અપશુકન
– ખુલ્લા સ્થાન પર સાવરણી રાખવાથી અપશુકન થાય છે. એટલા માટે જ તેને છુપાવીને રાખવી જોઈએ.
– જ્યાં તમે રોજ જમવા બેસતા હોય ત્યાં પણ સાવરણી ન રાખવી. આમ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. તેમજ પરિજનોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ પણ રહે છે.
– જો તમે રાત્રે દરવાજાની બહાર ઝાડુરાખતા હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.
– ગાય કે અન્ય પ્રાણીઓને સાવરણી ક્યારેય ન મારવી.
– ઘરના કોઈ સભ્ય બહાર જાય પછી તુરંત તેની પાછળ ઘરમાં ઝાડુ ન કરવું.
– કોઈપણ સ્થળે સાવરણીને ઊભી ન રાખવી.
– જ્યારે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો તો હાથમાં સાવરણી લઈને જ પ્રવેશ કરવો, આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
– સૂર્યાસ્ત સમયે ઘરમાં કચરો ન વાળવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now