ભેરૂ અઘોરી બાવો ની આ પોસ્ટ તો રોજીરોટી ની તલાશમાં જેણે વતન સોડ્યુ સે ઈ જ હમજી શકસે
હરેક વ્યક્તિ વતન પ્રેમી હોય જ છે. જે ધરતી/માટી અને સમાજ/લોકો વચ્ચે જન્મ્યો, ઉછર્યો, એની સાથે દરેક માણસને અંતરમનથી લગાવ અને પોતિકા પણાનો ભાવ હોવાનો જ. દેશપ્રેમી હોવા માટે મહાન રાષ્ટ્ર કે વિશ્વગુરૂના ખ્યાલોમા રાચવુ ફરજીયાત નથી. ફક્ત સત્તા/રાજ્ય/રાષ્ટ્ર/પાર્ટી ભક્તિ જ દેશ ભક્તિ નથી. સામાન્ય નાગરિક માટે દેશનો અર્થ કંઇક જુદો જ હોય છે. રોજીરોટીની તલાશમા મુંબઇ સ્થાઇ થયેલા મારવાડી/ગુજરાતી પોતાની જન્મભુમી/ગામડાને દેશ કહે છે.
માત્ર સરકાર, રાજ્ય, સત્તા, તંત્ર, લશ્કર, સ્ટેટ મશિનરી, પાર્ટી, જ દેશ નથી હોતા.રોજીરોટીની તલાશમા માઇગ્રેટ દરેક ભારતિય માટે વતન/દેશ શબ્દનો એક અલગ મતલબ હોય છે.
વતન શબ્દમા જેટલો પોતીકા પણાનો ભાવ પ્રગટે છે એટલો રાષ્ટ્ર શબ્દમા દેખાતો નથી.રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ શબ્દો સાથે નાઝીવાદ સ્મરણ થયા વિના નથી રહેતુ.