Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનની ચાર અવસ્થા છે.એમાંનું એક છે અંત: કરણ. અનંત જન્મોની વૃતિઓ આ અંતઃકરણમાં પડેલી છે. જે વૃતિઓને કારણે આપણને જન્મ મળેલો છે.એ વૃતિઓ આ શરીરને માધ્યમ બનાવીને સારા નરસા કર્મોનો ભોગવટો કરાવે છે. આ વૃતિઓનો કદી અંત આવે તેમ નથી. કેમ કે આપણું સુક્ષ્મ શરીર અનંત જન્મોની તૃષ્ણાઓને લઈને આ અંતઃકરણમાં બેઠું છે. એક- પછી એક વારા-ફરતી વૃતિઓ ઊભી થયા જ રાખે છે. ત્યાં પાછી આ જન્મની વૃતિઓ એમાં ભળીને વૃતિઓનો મોટો હિમાલય બનાવે છે. ગંજના ગંજ ખડકાતા જાય છે.. હજારો જન્મ લેવામાં આવે તો પણ આનો ભોગવટો પુરો થાય તેમ નથી. અંતઃકરણને વૃતિઓ વગરનું નિર્મળ કેમ કરવું...આમાંથી છુટવા શું કરવું...હવે પછી ક્યારેક ચર્ચા કરીશું - જય ગુરૂરામ.

Gujarati Religious by બાબા સત્સંગી : 111346751
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now