Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological Measure For All Zodiac Sing For Good Future

દરેક રાશિ માટેના આ સરળ ઉપાયો કિસ્મત બદલે છે, થાય છે ધનલાભ

જો તમે ધન સંબંધી પરેશાનીઓથી છુટકારો મેળવવા માગતા હોવ અને માલામાલ થવા માગતા હોવ તો અહીં આપવામાં આવેલ ચમત્કારી ઉપાય ચોક્કસ કરો. આ ઉપાય રાશિ પ્રમાણે આપવામાં આવી રહ્યા છે. એવી માન્યતા છે કે પોતાના ઘરમાં જ આ ઉપાયો કરવાથી ઘરની આર્થિક પરેશાનીઓ ઓછી થાય છે. કાર્યોમાં સફલતા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિનો સમય સારો ન હોય તો આ ઉપાયોથી ઘણો લાભ થાય છે. જાણો તમારા માટે ખાસ ઉપાય....

મેષઃ-

ઘરના દક્ષિણ ભાગમાં ગોળનો એક ટુકડો છોડીને પ્રસ્થાન કરો. કાર્યમાં પ્રગતિ થશે તથા યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે. જ્યારે કોઈ ખાસ કામ માટે ઘરેથી બહાર નિકળી રહ્યા હોય તો આ ઉપાય ચોક્કસ કરો.

વૃષભઃ-

કોઈ સફેદ ગાયને કાચા ચોખા ખવડાવવાથી ધનલાભ થશે. શુક્રવારથી રોજ આ ઉપાય શરૂ કરી દો. ચોખાની માત્રા પોતાના હાથ પ્રમાણે રાખો. આ ઉપાય માટે ધનપ્રદ સ્થિતિઓ નિર્મિત થશે.

મિથુનઃ-

બુધવારના દિવસે આખા મગનું દાન કરો. કોઈ સુહાગન સ્ત્રીને સુહાગની વસ્તુઓનું દાન કરો. નિયમિત રીતે સફેદ ગાયને લીલુ ઘાસ ખવડાવવાથી ઘર-પરિવારના દોષ દૂર થઈ જશે. ખાસ કરીને વાયવ્ય(ઘરના ઉત્તર-પશ્ચિમ દિશા)માં રૂપિયા રાખવાથી શુભ રહેશે. તેનાથી તમને ચોક્કસ લાભ થશે.

કર્કઃ-

ઘરના પશ્ચિમ ભાગમાં કબૂતરોને જુવારના દાણા ચણાવવાથી પશ્ચિમ ભાગ લાભદાયક થઈ શકે છે. નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે તથા પરિવારમાં શાંતિ બની રહે છે.

સિંહઃ-

તાંબાના લોટામાં જળ ભરો અને પોતાના ઘરના પૂર્વ ભાગને લોટાથી પાણી છાંટીને ભીનો કરો. એમ કરવાથઓ શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. ઘરમાં વડીલોને સ્વાસ્થ લાભ થશે. આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.

કન્યાઃ-

નિયમિત રીતે પોતાના ઘરની ઉત્તર દિશામાં લીલા ઘાસને ગાયને ખવડાવવા માટે રાખો. જો બની શકે તો કોઈ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિને આખા મગ અને ગોળનું દાન કરો. આમ કરવાથી ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મીનો વાસ થશે અને અપવ્યય અટકશે. સાથે જ રોકાયેલું ધન પ્રાપ્ત થશે.

તુલાઃ-

શુક્રવારે સવારે ઘરના પશ્ચિમ-ઉત્તર દિશામાં સફેદ કપડાંમાં ચોખા બાંધીને લટકાવી દો. એમ કરવાથી માંગલિક કાર્યોમાં ગતિ આવશે તથા લગ્ન જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે. કાર્યમાં સફળતા મળશે.

વૃશ્ચિકઃ-

પોતાના ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં જવને લાલ કપડામાં બાંધીને રાખો. એમ કરવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ નહીં કરે. બાળકો ઉપર શુભ અસર થશે તથા તેઓ સ્વસ્થ રહેશે.

ધનઃ-

ઘરના ઈશાન ખઓણા(ઉત્તર-પૂર્વ દિશા) તમારી સાધના માટે શ્રેષ્ઠ છે. અહીં ભગવાન વિષ્ણુની શત નામાવલી કે સહસ્ત્રનામાવલીનો પાઠ કરો. એમ કરવાથી રોગ અને દોષોથી ઘરને મુક્તિ મળશે. કાર્યમાં પ્રગિતિનો મહોલ બનશે.

મકરઃ-

ઘરના પશ્ચિમમાં લીલી કે કાળી તુલસીનો છોડ લગાવો તથા તેને નિરંતર પાણી પીવડાવો. એમ કરવાથી અટકેલા કાર્યોમાં પ્રગતિ આવશે. માંગલિક કાર્યની સાથે જ આર્થિક લાભના યોગ બનશે.

કુંભઃ-

ઘરની પશ્ચિમ-ઉત્તર દિશાને સ્વસ્છ રાખો. ઉપયોગી કાગળિયા આ સ્થાન ઉપર રાખસો તો કાર્યોમાં સફળતા મળશે. જો અહીં કોઈ પ્રકારનો સ્ટોરેજન સ્થિતિ પેદા થતી હોય તો તે સ્થાનમાં પરિવર્તન કરો. ઘરમાં મની પ્લાન્ટ લગાવો.

મીનઃ-

ઘરની પૂર્વોત્તર દિશામાં દેવતાઓ માટે ખાલી રાખો. પ્રયાસ કરો કે ઘરના મંદિર અને રસોઈઘર સાથે-સાથે ન હોય કે ચૂલોની સીધમાં મંદિર ન હોય. મંદિરનું સ્થાન પરિવર્તન કરી ઈષ્ટદેવને પ્રસન્ન કરો. વિશેષ કીરને લક્ષ્મીનારાયણની ઉપાસના તમને જમીન-મકાનનો લાભ આપશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111346676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now