Vastu Tips Hanging Photo In Hpme
10 ટિપ્સઃ ઘરમાં આ જગ્યાએ લગાવવો જોઈએ લક્ષ્મીનો ફોટો
ઘરમાં સુંદર તસવીર લગાવવાથી ઘરની રોનક વધી જાય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઘરમાં લગાવવામાં આવેલ ફોટાઓ ત્યાં રહેનાર લોકોના જીવન ઉપર પ્રભાવ પાડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં શ્રૃંગાર, હાસ્ય અને શાંત રહ ઉત્પન્ન કરનારી તસવીરો લગાવવી જોઈએ. જાણો ઘરમાં કયા પ્રકારની તસવીરો લગાવવાથી કેવા ફળ મળે...
1-લક્ષ્મી અને કુબેરની તસવીરો ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. એમ કરવાથી ધનલાભ થવાની સંભાવનાઓ વધી જાય છે.
2-ફળ-ફુલ અને હંસતા બાળકોની તસવીરો જીવનમાં શક્તિનું પ્રતીક છે. તેને પૂર્વ કે ઉત્તરની દિવાલો તરફ લગાવવાનું શુભ હોય છે. તેનાથી જીવનમાં ખુશહાલી આવે છે.
3-જો તમે પર્વત વગેરે પ્રાકૃતિક સૌંદર્યની તસવીરો લગાવવા માગતા હો તો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવો.
4-નદીઓ-ઝરણા વગેરેની તસવીરો ઉત્તરી કે પૂર્વ દિશામાં લગાવવાનું શુભ હોય છે.
5-વાસુદેવ દ્વારા પૂરગ્રસ્ત યમુનાથી શ્રીકૃષ્ણને ટોપલીમાં લઈ જનારી તસવીરો સમસ્યાઓથી બહાર આવવાની પ્રેરણા આપે છે. તેને હોલમાં લગાવવી જોઈએ.
6-એવા નવદંપતી જે સંતાન સુખ પ્રાપ્ત કરવા માગતા હો, તે ભગવાન શ્રીકૃષ્ણનું બાળરૂપ દર્શાવનારી તસવીરો તમારા બેડરૂમમાં લગાવવી જોઈએ.
7-દામપત્ય સુખ માટે રાધા-શ્રીકૃષ્ણની તસવીરો તમારા બેડરૂમમાં લગાવવી જોઈએ. તેનાથી પતિ-પત્નીમાં પ્રેમ જળવાઈ રહે છે અને વધતો રહે છે.
8-ઘરમાં ક્યારેય પણ તૂટેલી-ફૂટેલી તસવીરો ન લગાવો. જો કોઈ મૂર્તિ કે તસવીર તૂટી જાય તો તેને તરત જ હટાવી લો. એવી તસવીરો ઘરના આભામંડળને પ્રભાવિત કરે છે, જેનો પ્રભાવ ઘરના સદસ્યો ઉપર પડે છે.
9-ઉજ્જડ શહેરો, ખંડેર, વીરાન દ્રશ્ય, સૂકી નદીઓ, સૂકા સરોવરો, હિંસક યુદ્ધ, અસ્ત્ર-શસ્ત્ર, વાઘ, સિંહ, કાગડો, ઘૂવડ, રીંછ, સમડી, ગિદ્ધ કે રણની તસવીરો ઘરમાં ન લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં હિંસાત્મક પ્રવૃત્તિઓ વધી શકે છે.
10- સ્વસ્તિક, મંગળ કળશ, ઓમ,વગેરે મંગળ ચિન્હોની તસવીરો ઘરમાં લગાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે.