Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરાબ સમય શરૂ થતા પહેલાં મળે છે આવા સંકેત

દરેક વ્યક્તિ સવારે એમ વિચારીને દિવસની શરૂઆત કરે છે કે તેની સાથે કઈંક શુભ જ થાય. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહદશા માઠી શરૂ થતી હોય તો સમજવું કે ખરાબ સમય શરૂ થવામાં છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ સમય આવતા પહેલા આપણને કેટલાંક સંકેત મળે છે. જેનાથી આપણે એ જાણી શકીએ છીએ કે આપણી સાથે ભવિષ્યમાં કઈંક અશુભ થવાનું છે.
ઈશ્વર એટલો દયાળુ છે કે તે વ્યક્તિને ક્યારેય અંધારામાં નથી રાખતો. થનારી ઘટનાઓ વિશે તે મોટેભાગે આગોતરી જાણકારી આપે જ છે. તે સંકેતો દ્વારા આ વાત સમજાવે છે. જાણો શું હોય છે આ સંકેતો, કે જે જણાવે છે કે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થવાનો છે.

1. વસ્તુઓનું અચાનક ખોવાઈ જવું

જ્યારે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થવાનો હોય છે ત્યારે વસ્તુઓ અચાનક ખોવાઈ જાય છે. એ આડા હાથે એવી રીતે ક્યાંક મૂકાઈ જાય છે કે શોધીને થાકી જાવ તોય ન મળે. પછી સમય વિતતા તે અચાનક મળી આવે છે. જો તમારી વસ્તુ ખોવાવા લાગે તો સમજજો કે તમારો ખરાબ સમય શરૂ થવામાં છે.

2. કામમાં બાધાઓ કે અડચણો આવવી

ખરાબ સમય શરૂ થવાનો હોય ત્યારે વ્યક્તિના કામમાં અવરોધ ઉતપન્ન થાય છે. એટલે કે કોઈ કામ તેના સમયે પૂર્ણ નથી થતું. આસાનીથી થાય તેવા કામ પણ બગડે છે.

3. કૂતરાઓનો રડવાનો અવાજ કે જાનવરોનું બિમાર થવું

એ સિવાય જ્યારે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થવાનો હોય ત્યારે ઘરમાં અગર કોઈ પાલતુ જાનવર હોય તો તે બીમાર પડી જતો જોવા મળે છે.
4 પરિવારમાં તણાવ અને સ્ત્રીનું વારંવાર બીમાર થવું
જો પરિવારજનોમાં આપસી તણાવ વધે તો સમજવું કે આર્થિક તંગી શરૂ થવાની છે. જો ઘરમાં સ્ત્રી કે ગૃહલક્ષ્મી બિમાર રહેવા લાગે તો સમજવું કે વ્યક્તિનો સમય ખરાબ શરૂ થવાનો છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો ઘરમાં સ્ત્રી સાત્વિક ભાવ ધરાવતી હોય તો કુંટુંબ પર આવનારી મુસીબત અનાયાસે તે ભોગવી લે છે. તે હોય ત્યાં સુધી એવું અનેક કિસ્સામાં જોવા મળે છે કે ઘરના અન્ય સદસ્યોને વેઠવું પડતું નથી. અલબત્ત આ સ્થિતિ વ્યક્તિના ખરાબ સમયની નિશાની ગણાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111345602
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now