Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મંત્ર ખોટાં તેમજ ન કરવા જેવા વિચારોથી આપે છે મુક્તિ

માનવીનું મન એ વ્યક્તિના સુખ અને દુઃખનું કારણ હોય છે. ગીતામાં લખ્યું છે કે મનઃ એવમ્ મનુષ્યાણાં બંધનઃ કારણ મોક્ષયોઃ અર્થાત માનવીનું મન છે તે જ બંધનનું કે મોક્ષનું કારણ બને છે. મન એટલે કે વિચારશીલતા. વિચારો બંને પ્રકારના હોય છે સારા અને નઠારાં. એ માનવી પર છે કે તેણે કેવા વિચારોને મહત્વ આપવું અને કેવા વિચારોનો નિગ્રહ કરવો કે ખાળવા. કે મહત્વ આપવું નહિં. માનવી ક્યારેક કહે છે કે તે ખોટાં વિચારો કરવા માંગતો નથી પણ આવે તો શું કરવું.

શાસ્ત્રોમાં આનો ઉપાય દર્શાવાયો છે. વ્યક્તિએ ધર્માભિમુખ થવું. ધર્મ તરફ વળવાથી મન ખોટાં વિચારોથી વિમુખ થતું જશે. અલબત્ત તેમાં દંભ ન હોવો જોઈએ પણ સાચુકલાપણું હોવું જોઈએ. નહિં તો સ્થિતિ દૂર્યોધન જેવી થાય. દૂર્યોધને કહ્યું હતું કે..

જાનામી ધર્મં ન ચમે પ્રવૃતમ્ જાનામિ અધર્મં ન ચમે નિવૃતમ્..એટલે કે ધર્મ શું છે તે હું જાણું છું પણ તેમાં પ્રવૃત થઈ શકતો નથી. તેને સ્વીકારી શક્તો નથી. અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં તેમાંથી નિવૃત થઈ શકતો નથી. કે તેનાથી કિનારો કરી શકતો નથી. આવી સ્થિતિ વિનાશ જ લાવે, બીજું શું થાય..

મન જ્યારે જ્યારે ખોટાં વિચારો કરે ત્યારે તેને તેમાથી મુક્ત રહેવા માટે મંત્રોચ્ચાર કરવો જોઈએ. ગાયત્રીમંત્ર કરવો જોઈએ.. જે વ્યક્તિ નિત્ય 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરે તેના મનમાં મલિન વિચારો આવતા નથી. આ અચૂક ઉપાય છે. આમછતાં શાસ્ત્રોમાં આ સિવાય પણ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

કીલક સ્ત્રોતના નીચે દર્શાવેલા મંત્રનો 31 વાર જાપ કરવાથી આશ્ચર્યજનક રીતે મનને શાંતિની અનૂભુતિ થાય છે. આ સ્ત્રોતના પઠનથી વિચારોમાં સકારાત્મકતા આવે છે. આ મંત્ર એકદમ સરળ છે. પરંતુ તેનું ફળ ખાસ રીતે તેનો જાપ કરવામાં આવે તો જ પ્રાપ્ત થાય છે. કીલક સ્તોત્ર દેવી સરસ્વતીની આરાધનાનો સ્તોત્ર છે. શિવ ઋષિએ દેવી સરસ્વતીની આરાધનામાં આ સ્તોત્રની રચના કરી છે. રોજ આખો કીલક સ્તોત્ર કરવાથી પણ આપોઆપ મલિન વિચારો આવતાં અટકી જાય છે. તેનો મંત્ર અહિં આપેલો છે.

મંત્રઃ

ॐ विशुद्धज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे।
श्रेय: प्राप्तिनिमित्ताय नम: सोमार्ध धारिणे।।

ગણેશજી કે શિવજીનો મંત્ર પણ શુભ ફળ આપે છે. સોમવાર કરવાથી કે ગુરુવાર કરવાથી પણ શુભ વિચારો આવે છે. તમે “ॐ ગં ગણપતયે નમ:” મંત્રની માળા કરી શકો છો.

રોજ રાત્રે સૂતી વખતે મનને ખાલી કરીને સુવું જોઈએ. સૂતી વખતે રોજ ॐ નમઃ શિવાય મંત્રનો 1000 વાર જાપ કરીને સુવાથી પણ મલિન વિચારો આવતા બંધ થઈ જાય છે. તમે દરરોજ તાજગીનો અનુભવ કરી શકો છો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111345260
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now