આ મંદિરમાં ચિઠ્ઠી મોકલતા જ દૂર થાય છે દરેક દુઃખ
દુનિયાના કોઇપણ ખૂણામાં લોકોની ભગવાનમાં આસ્થા અને વિશ્વાસના અલગ-અલગ ઉદાહરણ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓના અસ્તિત્વ સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઇપણ શુભ કાર્ય કરવા માટે ભગવાન શ્રી ગણેશનું નામ પહેલા લેવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રી ગણેશ વિધ્નહર્તા છે તે શુભ કાર્યમાં આવનારી દરેક અડચણોને દૂર કરે છે. આજ કારણ છે કે હવન, પૂજા કે અન્ય કાર્ય કરવાથી પહેલા ભગવાન ગણેશનું આહ્વાન કરવામાં આવે છે.
ભગવાન ગણેશ ફક્ત એક નહીં, પરંતુ અન્ય કેટલાક નામથી બોલાવવામાં આવે છે. તેમના ચમત્કારથી કોણ પરિચિત નથી દરેક લોકો તેમની મહિમાના ગુણગાન કરે છે. એટલું જ નહી તેમના અદ્ભુત ચમત્કારોથી આજે પણ હિન્દુ પૌરાણિક ઇતિહાસ ભરેલું છે પરંતુ આજે અમે શ્રી ગણેશના એક એવા ચમત્કારની વાત કરવા જઇ રહ્યા છીએ જે આજે પણ સાક્ષાત માનવામાં આવે છે.
જોકે દેશભરમાં ભગવાન ગણેશના મંદિર છે.પરંતુ આજે અમે એક એવા મંદિરની વાત કરી રહ્યા છીએ જે ભારતમાં છે અને લોકોમાં આ મંદિર ખૂબ ફેમસ છે. માનવામાં આવે છે કે લોકો કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા આ મંદિરમાં ભગવાન ગણેશને ચિઠ્ઠી મોકલી આમંત્રણ પત્ર મોકલે છે. આ મંદિર સવાઇ માઘૌપુરથી આશરે 10 કિલોમીટર દુર રણથંબૌર કિલ્લાની નજીક સ્થિત છે. જ્યાં ભગવાન ગણેશના ચરણોમાં પત્રનો ઢગલો હોય છે.
શુભ કાર્ય કરતા પહેલા આ મંદિરમાં પત્ર મોકલવાનો ઉદ્દેશ છે કે ભગવાન ગણેશ તે પ્રસંગ પર આવનારી દરેક અડચણોને પહેલાથી જ રોકી લે છે.
કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે કરી હતી. રાજા હમીરના સ્વપ્નમાં સ્વયં ભગવાન ગણેશે દર્શન આપ્યા હતા. અને તેમને વિજયી થવા આશીર્વાદ આપ્યા હતા. યુદ્ધમાં વિજયી થયા બાદ રાજાએ કિલ્લાની નજીક જ ગણેશજીના મંદિરની સ્થાપના કરી હતી. લોકો દૂર દૂરથી ભગવાન ગણેશનું નામ ટપાલી દ્વારા પત્ર કે આમંત્રણ મોકલે છે. જેથી તેમના દરેક કાર્ય પૂરા થાય. પત્ર મળતા જ મંદિરના ઓજારી તેને ભગવાન ગણેશને અર્પિત કરી દે છે.