About Thinking & Happy Life
સવારે કે સાંજના સમયે સમય ફાળવો અને વિચાર કરો આ 3 વાતો ઉપર
દિવસભર ક્યારેય પણ, સવારે કે સાંજે થોડો સમય એવો હોવો જોઈ, જ્યારે તમે માત્ર પોતાના માટે જ વિચાર કરો. થોડું મેડિટેશન કરો અને પોતાની જાતને પૂછો-
1-તમારું લક્ષ્ય શું હતું અને કેટલું પૂરું કરી શક્યા...
2-પરિવાર અને પોતાની માટે કેટલાક ઈમાનદાર છો...
3-તમારો જે સ્વભાવ હતો, તેમાં જરહો. સંગીત, ચિત્રકારી કે કોઈ રચનાત્મક કાર્યો જેમાં તમારો રસ હોય તે કરો.
એમ કરવાથી થશે આ ફાયદાઃ-
આ અંગત સમય તમારા નવા લક્ષ્યોને પૂરાં કરવા માટે રિચાર્જ કરસે અને તમને બતાવશે કે તમે ક્યાં, કંઈ દિશા તરફ આગળ વધી રહ્યા છો. અહીં જાણો મહાભારતમાં અર્જુને કઈ રીતે અંગત સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો....
મહાભારતમાં અર્જુને એકવાર દ્રોપદી અને યુધિષ્ઠિરનું નિજત્વ ભંગ કર્યું. તેનો દંડ હતો કે એક વર્ષનો વનવાસ. શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યો કે આ વનવાસના સમયને પોતાની માટે ઉપયોગ કરે. વનમાં સંતોને મળો. જ્ઞાન અર્જિત કરો. તીર્થ યાત્રા કરો અને તપ કરો. પૂરી રીતે આ સમયનો ઉપયોગ કરો. આ સમયમાં અર્જુન અનેક તીર્થયાત્ર કરી. પોતાની માટે તપ કરી અનેક શસ્ત્ર પ્રાપ્ત કર્યા. ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનમાં કામ આવ્યા.
આપણે પણ પોતાની જાતને પણ ક્યારેક વનવાસ આપે. હંમેશા ભીડથી ઘેરાયેલા ન રહો. પોતાની પાસે રહો, પોતાની સાથે રહો અનેપોતાની જાતને મળવાનો પ્રયાસ કરો.