સ્ત્રીઓ કેમ નથી વધેરી શકતી શ્રીફળ, આ છે તેનું મુખ્ય કારણ
શ્રીફળ એ એક એવું ફળ છે જે દરેક લોકોના મન લલચાવે છે. શ્રીફળને જોઇને પૂજા કે શુભ પ્રસંગ યાદ આવવા લાગે છે. સ્વાદમાં તે દરકે લોકોને સારુ લાગે છે અને તેનું પાણી પણ લોકોને ખૂબ પસંદ આવે છે. એટલું જ નહીં શ્રીફળની કેટલીક વાનગી ઘણા લોકોની ખૂબ પ્રિય હોય છે. ભારતીય પૂજા પદ્ધતિમાં તેનું ખૂબ મહત્વ છે. કળશ સ્થાપનાથી લઇને કોઇનું સમ્માન કરવું હોય કે ભગવાનને ભોગ ચઢાવવો હોય તો શ્રીફળ વગર આ દરેક વિધિ પુરી થતી નથી. પરંતુ શુ તમે જાણો છો કે શ્રીફળને મહિલાઓ દ્વારા વધેરી શકાય નહીં. આખરે એવું કેમ છે કે સ્ત્રીઓ શ્રીફળ વધેરી શકે નહીં.
જોકે, સ્ત્રીઓ બીજ રૂપે બાળકને જન્મ આપે છે અને શ્રીફળને પણ બીજ રૂપ માનવામાં આવે છે. એવામા માન્યતા છે કે ઇશ્વરને અર્પિત કર્યા બાગ પુરૂષ જ તેને ફોડે છે. બીજી તરફ શ્રીફળ ખૂબ કઠોર પણ હો છે. તે સિવાય કહેવામાં આવે છે કે તેની ઉત્પત્તીના સમયે ભગવાન વિષ્ણુ શ્રીફળની સાથે અન્ય બે વસ્તુ લઇને પ્રગટ થયા. લક્ષ્મી અને કામધેનુ. આ કારણથી તેને પવિત્ર માનવામાં આવે છે.
તે પ્રજનનું કારક છે. એટલું જ નહીં તેમા ત્રણ આંખો રૂપી આકૃતિ બનેલી હોય છે તેને ત્રિનેત્ર તરીકે જોવામાં આવે છે. તે એટલું પવિત્ર હોય છે કે તેમા મહાદેવ અને બ્રહ્માજીની સાથે વિષ્ણુજીનો પણ વાસ માનવા આવે છે. જો શ્રીફળના પાણીથી શિવલિંગ પર રૂદ્રાભિષેક કરવામાં આવે તો તે શનિ શાંતિમાં સારો ઉપાય છે. એટલું જ નહીં તે શારીરિક દુર્બળતાને દૂર કરે છે.