શું તમે જાણો છો નર્મદા નદીના આ ચમત્કાર વિશે
શિવજીની પૂજામાં શિવલિંગનું સૌથી મહત્વ છે. હિંદુ ધર્મમાં અનેક પ્રકારના શિવલિંગોની પૂજા કરવામાં આવે છે. જેમાં સ્વયંભૂ શિવલિંગ, નર્મદેશ્વર, જનોઈધારી, સોના અને ચાંદીના પારદ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. એમાંથી નર્મદેશ્વર શિવલિંગની પૂજા સૌથી વધું મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. આ એક એવી નદી છે કે જેમાંથી નિકળતો દરેક પત્થર શંકર માનવામાં આવે છે.
ગ્રંથોમાં નર્મદા નદીને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે ગંગામાં નહાતી વખતે જે ફળ મળે છે તે ફળ નર્મદા નદીનું નામ બોલવા માત્રથી જ મળે છે. આ નદીને અતિ પવિત્ર માનવામાં આવે છે. અહિંથી નિકળેલો દરેક પત્થર શિવલિંગ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. નર્મદામાંથી નિકળતા શિવલિંગ પત્થરોને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે.
કહેવાય છે કે નર્મદા નદીને શિવના વરદાનને કારણે આ સૌભાગ્ય મળ્યું છે. તેમાંથી નિકળતો દરેક શિવલિંગ જેવો પત્થર પવિત્ર માનવામાં આવે છે. અહિં નદીમાંથી મળતા શિવલિંગને સીધા જ સ્થાપિત કરવામાં આવે છે. એ પછી પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી. કહેવાય છે કે જ્યાં નર્મદેશ્વર મહાદેવનો વાસ હોય છે ત્યાં કાળ અને યમનો ભય રહેતો નથી. વ્યક્તિ તમામ સુખોને ભોગવીને શિવલોકને પ્રાપ્ત કરે છે. દેશભરમાં મહાદેવના મંદિરોમાં અહિંથી લઈ જઈને શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે.
નર્મદા નદીનો ઉલ્લેખ સ્કંદ પૂરાણમાં કરવામાં આવે છે. તેમાં આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે અહિંથી કુદરતી રીતે જ ૐ લખેલા શિવલિંગ પણ પ્રાપ્ત થાય છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અહિંની ખાસ વાત એ પણ છે કે નર્મદા નદી દેશની એક એવી નદી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ ઉંધી દિશામાં વહે છે.