Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શા માટે મહિલાઓએ કરવો જ જોઈએ શણગાર, જાણીને કરશો તરત જ અમલ

કોલેજ જતી યુવતીથી માંડી અને ચાલીસી વટાવી ચુકેલી મહિલાઓ સામાન્ય રીતે શ્રૃંગારનો શોખ ધરાવતી જ હોય છે. આમછતાં બદલાતા સમયમાં આજે એવી અનેક મહિલાઓ છે કે તેની પાસે એટલો સમય જ હોતો નથી કે તે સજી ધજીને નિકળે. જો કે આ વાત તેમના પોતાના માટે બરાબર નથી. એટલું જ નહિં તે ઘાતક નિવડી શકે તેવું પણ જાણવા મળ્યું છે. સાજ સજ્જાના કેટલાંક ફાયદાઓ છે જે વ્યક્તિને પોતાને તો ફાયદો કરે જ છે પણ ઘરમાં પણ સુખ સમૃદ્ધ અને સકારાત્મકતા લાવે છે. જો તમે ન કરતાં હોય તોઆજથી જ શણગાર કરવાનું ચાલું કરી દો.
શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલાં સૌંદર્ય નિખારે તેવો શ્રૃંગાર કરવો જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રીઓનો શ્રૃંગાર તેના પતિના ભાગ્યોદયનું કારણ બને છે. સવારે સ્નાન પછી અને સંધ્યા સમય પહેલાં તૈયાર થવાથી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ તો વધે જ છે સાથે જ તેમના શરીરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

શરીરની સ્વચ્છતા અને શ્રૃંગાર ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રીઓએ હાથ, કાન, નાક અડવા ન રાખવા જોઈએ. તેમજ કપાળ પર ચાંદલો અચૂક કરવો. સ્ત્રીઓએ હાથમાં મહેંદી અને માથામાં સુગંધિત ફુલ લગાવવા જોઈએ. આમ કરવા પાછળ એક કારણ એ પણ છે કે મહેંદી શરીરની ગરમી અને ફુલ માથાની ગરમીને દૂર કરી દે છે. જેનાથી મન શાંત રહે છે.

વાસ્તુ અનુસાર વાળમાં લાલ કે અન્ય કલર ન કરાવવા જોઈએ, તેનાથી માનસિક તાણ ઉત્પન્ન થાય છે. આ સિવાય સુગંધિત અત્તર કે પરફ્યુમ લગાવવાથી પણ લાભ થાય છે. ઘરથી બહાર જતી વખતે જ નહીં પરંતુ ઘરમાં રહેતી સ્ત્રીઓએ પણ હળવો મેકઅપ કરી તૈયાર થવું જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. આ ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીની કૃપા પણ બની રહેશે, એટલા માટે જ ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ ઉદાસ કે શ્રૃંગાર કર્યા વિના રહેવું ન જોઈએ.

વળી સાજ સજ્જામાં પહેરવામાં આવતા સ્ત્રીને રેડિએશનથી બચાવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ નાજુક હોય છે. આજકાલ મોબાઈલના જમાનામાં રેડિએશનને કારણે કેન્સર જેવી બીમારીઓ વધતી જાય છે. આવા સંજોગોમાં ઘરેણાં ઉપકારક સાબિત થાય છે. માટે ઘરેણાંઓ પહેરવા જોઈએ અને સાજસજ્જા પણ કરવી જ જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now