આ ઉપાય અજમાવી જુઓ ભોલેનાથ થશે મહેરબાન, કંગાળ બની જશે ધનવાન
ભોલેનાથને પ્રસન્ન કરવાનો ખાસ અવસર એટલે મહાશિવરાત્રિ. આ વખતે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરી શુક્રવારે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ એટલે શિવ અને શક્તિના મિલનની રાત. માન્યતા છે કે આ રાત્રે આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે.
શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે કેટલાક જ્યોતિષિય ઉપાય કરવાથી તમામ તકલીફો દુર થાય છે. આ સિવાય કેટલાક એવા ઉપાય છે જે કરવાથી સકારાત્મક પરિણામ મળે છે. આઓ જાણીએ મહાશિવરાત્રિ દરમિયાન ક્યા ક્યા ઉપાય કરવા જોઈએ.
ધનની પ્રાપ્તિ માટે
મહાશિવરાત્રિએ ભગવાન શિવજીના વાહન નંદીને લીલું ઘાસ ખવડાવો. સાંજના સમયે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. આવું કરવાથી ફસાયેલા નાણાં પરત મળે છે.
શત્રુઓ પર વિજય મેળવવા માટે
જો કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યા હોય તો મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દુધનો અભિષેક કરવો તેમજ રૂદ્રાષ્ટકનો પાઠ કરવો.
દુર્ભાગ્ય દૂર કરવા
જો તમારી કિસ્મત સાથ ન આપતી હોય તો મહાશિવરાત્રિના દિવસે અનાથ આશ્રમનાં બાળકોને ભોજન કરાવો. જરૂરિયાત મંદોની મદદ કરો. આવું કરવાથી તમામ સમસ્યાઓનું નીરાકરણ આવી જશે.
આર્થિક તંગી દૂર કરવા
નોકરી કે વેપારમાં પરેશાની આવી રહી હોય તો મહાશિવરાત્રિએ ઉપવાસ રાખો અને શિવલિંગ પર મધથી અભિષેક કરો. આવું કરશો તો તમને જરૂરથી રસ્તો મળી જશે.