Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ना जाने कौन मेरे हक में दुआ पढ़ता है
डूबता भी हु तो समन्दर उछाल देता है।
- રાહત ઇન્દોરી

જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પૂર્ણવિરામ પછી સ્પેસ છોડવાની કે નહીં એ પણ ખબર નહતી. મારા મોટા ભાગના શબ્દો અંગ્રેજી અને હિન્દીમાં આવતા અને મને ખયાલ જ નહતો આવતો કે આ ગુજરાતી શબ્દ નથી!

હકીકતે ગુજરાતી વિષયને સ્કૂલના દિવસોમાં ક્યારેય ગંભીરતાથી લીધો જ નહતો. પહેલેથી ખબર હતી કે સાયન્સમાં જવાનું છે અને વિજ્ઞાન મારો ફેવરિટ વિષય એટલે એની જ તૈયારી કરતી. ગણિત સહેજ ના ગમતું પણ એમાંય માર્ક્સ લાવવા જરૂરી હતા એટલે મોટા ભાગનો સમય એની પાછળ ખર્ચાઈ જતો... ગુજરાતી વાર્તાની જેમ વંચાઈ જતું અને વાર્તા સમજવાની ફાવટ એ વખતે પણ હતી એટલે જવાબ લખાઈ જતા, નિબંધ, પત્ર લખાઈ જતા અને પાસ થઈ જવાતું. ગુજરાતી વ્યાકરણ એટલે સમાનાર્થી-વિરોધી શબ્દો અને કેટલીક કહેવતો એનાથી આગળ તૈયાર કરવાની જરૂર જ નહતી પડતી. અલંકાર, છંદ વગેરે જે લાઈન પરિક્ષામાં પૂછતાં એ ગોખી નાખેલી. અત્યારે એનું બંધારણ જોવું ત્યારે થાય કે એ એટલું મુશ્કેલ નહતું, થોડોક પ્રયત્ન કર્યો હોત તો આવડી જાત.

ખેર એ વખતે ભણવાનું મહત્વ ફક્ત સારી કોલેજમાં એડમીશન લેવા પૂરતું હતું. હવે જ ખયાલ આવે છે કે માતૃભાષાને ગંભીરતાથી ના લઈને મેં કેવડી મોટી ભૂલ કરેલી. જો મેં લખવાનું શરૂ ના કર્યું હોત તો આજે પણ મને આ વાત ના સમજાઈ હોત.

અંગ્રેજી, હિન્દીમાં હું લખી શકું વધારે વાચક મિત્રો પણ ત્યાં મળી રહે એવું હું શરૂઆતમાં વિચારતી અને મેં હિન્દી અંગ્રેજીમાં કેટલીક વાર્તા લખી. એ વખતે જ ખયાલ આવ્યો કે શબ્દોનું, લાગણીઓ દર્શાવવા માટેનું જે મસમોટું ભંડોળ મારી અંદર વરસોથી સચવાઈને પડેલું છે એ તો ગુજરાતીમાં છે. મેં હિન્દી અંગ્રેજી છોડ્યું અને શુધ્ધ ગુજરાતીમાં લખવાનું ચાલું કર્યું... એ પછી મારી આંગળીઓ ક્યાંય અટકી નથી! હા વરસોની ટેવને લીધે કેટલાક શબ્દો હજી હિન્દી/અંગ્રજીમાં આવી જાય છે, ક્યારેક વાક્યરચના આડી અવળી થઈ જાય છે પણ મારે જે કહેવું છે એ હું અસરકારક રીતે કહી શકું છું અને વાચક એ સમજી શકે છે એ મારા માટે ઘણું છે!

અદભૂત મિત્ર મળ્યા છે મને આ ફેસબુક પર જેમણે મને આવકારી છે, મારા લખાણને આવકાર્યું, ત્રુટી રહેવા દઈ મારા કહેવાનો ભાવાર્થ સમજ્યા અને એની કદર કરી... દિલથી જેટલો ધન્યવાદ આપું એમને ઓછો પડશે એવા મિત્રોને અને એમના જ સહયોગથી હું સતત શીખતી આવી છું. આજથી બે વરસ પહેલા લખેલું લખાણ અને આજના લખાણમાં આભજમીનનો ફેર છે...અને શીખવાનું સતત ચાલું છે.

વચન આપુ છું એક દિવસ એવો જરૂર આવશે જ્યારે મારા લખાણમાં એક પણ ભૂલ નહીં હોય...👍🙏

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111343280
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now