જીવનનુ એક જ લક્ષ: મોક્ષ
ગુજરાતી ભજન
કોને કહું દલડાની વાતું, ૨
હવે નથી રે રહેવાતું. ૨
જેને જેને કહું તે તો કહ્યું નવ માને,
મને મુરખ ગણીને મારે લાતું,
હવે નથી રે રહેવાતું. ૨
ઘેલા રે લોકડીયા મારી ગત શું જાણે,
મારા રુદયામાં કાંઈ કાઇ થાતું,
હવે નથી રે રહેવાતું. ૨
દિલના દરદ દર્દી દિલ જાણે,
ઓલા વૈદો ને નથી સમજાતું,
હવે નથી રે રહેવાતું. ૨
સુગરા મળે તો શાંતિ રે સ્થાપે,
ઓલા નુગરા પાછળ કરે વાતું,
હવે નથી રે રહેવાતું. ૨
કહે છે, ‘સતાર દાસ’ ભજો એક અવિનાશ,
ભક્તિ કરતાં રહે છે મન રાતું,
હવે નથી રે રહેવાતું. ૨