વિદૂર નીતિ કહે છે જેને હોય આવો જીવનસાથી સુખથી છલકાય જીવન, નથી રહેતી કોઈ કમી
મહાભારતના મુખ્ય પાત્રોમાં મહાત્મા વિદુર સર્વોચ્ચ સ્થાને છે. માનવામાં આવે છે કે તેઓ ધર્મરાજના અવતાર હતા. તેમણે મહાભારતના યુદ્ધ પહેલાં જ ધૃતરાષ્ટ્ર સાથે તેના પરિણામ અંગે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદ વિદૂર નીતિ તરીકે સુવિખ્યાત છે. આ નીતિ આજના સમયમાં પણ અત્યંત ઉપયોગી નીવડે છે. તેમાં જ કેટલીક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભગવાન તરફથી ભેટ સ્વરૂપે માણસને મળે છે. આ ગુણ તેને અન્ય કરતાં મહાન બનાવે છે.
જીવન સારી રીતે પસાર કરવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે કામ કરવું જરૂરી છે. જે લોકો બૌદ્ધિક રીતે સક્ષમ અને મહેનતું હોય છે તેની પાસે રોજગાર હોય છે અને ઈમાનદારીથી કમાણી કરે છે. તેઓ સારું જીવન જીવી શકે છે.
રોગ અને શોક વ્યક્તિના તન અને મનને નબળુ બનાવે છે. વારંવાર બીમાર પડતી વ્યક્તિ ધન તો ગુમાવે જ છે સાથે શરીર પણ અંદરથી ખખડી જાય છે. નિરોગી કાયા સંસારના તમામ સુખોમાં સર્વોચ્ચ છે.
જેની પત્ની મૃદુભાષી હોય છે તે ધરતી પર સ્વર્ગ સમાન સુખ ભોગવી શકે છે. આવી સ્ત્રીનો વાસ જે ઘરમાં હોય છે ત્યાં દેવી સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. એવા લોકો પણ ભાગ્યશાળી હોય છે જેનાં સંતાન તેના કહ્યામાં હોય. સારા સંતાન કુળનું નામ આગળ વધારે છે અને ખરાબ સંતાન નામ ડુબાડી દે છે.
રાજાને પણ રંક બનાવી શકે તેવી શક્તિ હોય છે જ્ઞાનમાં. તેને કોઈ છિનવી શકતું નથી, જ્ઞાનથી કંઈપણ મેળવી શકાય છે. માત્ર પોતાના પતિને જ પ્રેમ કરનાર અને અન્ય પુરુષમાં આશક્ત ન થનાર સ્ત્રી પતિવ્રતા ગણાય છે. આવી જીવનસાથી પણ ભાગ્યનો સાથ હોય તો જ મળે છે.