Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી

હિન્દુ ધર્મમાં શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત વાર ગણવામાં આવે છે. આ દિવસને લક્ષ્મીજીનું વ્રત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વૈભવલક્ષ્મી વ્રત કરવાથી ધન, વૈભવ અને ધન પ્રાપ્ત થાય છે. સ્ત્રી અને પુરુષ બંને આ વ્રત કરી શકે છે. વ્રત શરૂ કરતી વખતે 11 અથવા 21 ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો.

જો શુક્રવારએ તમે કોઈ કામથી ઘરે ન હોય તો તે શુક્રવારે વ્રત ન કરવું બીજા શુક્રવારએ વ્રત કરવું. એટલે કે વ્રત ઘરે જ કરવું જરૂરી છે. શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. સાથે જ પીળા કપડામાં 5 પીળી કોડી થોડું કેસર, ચાંદીના સિક્કા સાથે બાંધી તિજોરીમાં રાખવું. થોડા જ દિવસોમાં તેની અસર દેખાવા લાગશે. આ દિવસે ખીર બનાવી 3 કુંવારી કન્યાને ભોજન કરાવો. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શુક્રવારએ સવારથી વ્રત કર્યા બાદ સાંજે સ્નાન કરી દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં સોના અથવા ચાંદીની કોઈ વસ્તુ રાખવી જરૂરી છે. ત્યારબાદ કંકુ, ચોખા, લાલ ફૂલ ચઢાવી પૂજા કરો. માતાજીને ખીરનો ભોગ ધરાવો અને નીચે આપેલા મંત્રનો જાપ કરો. આ મંત્ર અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. જે ઘરમાં આ મંત્રનો જાપ થાય છે ત્યાં ધનની ખામી રહેતી નથી.

જાપ માટેના મંત્ર

યા રક્તામ્બુજવાસિની વિલસિની ચળ્ડાંશુ તેજસ્વિની

યા રક્તા રુધિરામ્બરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની

યા રત્નાકરમન્ધતાત્પ્રગટિતાં વિષ્ણોસ્વયા ગેહિની

સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્વ પદ્માવતી

108 વખત મંત્ર જાપ કર્યા બાદ વૈભવલક્ષ્મીના વ્રતની કથા કરો. કથા કર્યા બાદ પરીવારજનોને પ્રસાદ આપો અને છેલ્લે ભોજન ગ્રહણ કરો. દેવી લક્ષ્મીની આ રીતે પૂજા દિવાળી, નવરાત્રિ, અમાસ જેવા દિવસોએ પણ કરી શકાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111342140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now