Gujarati Quote in Jokes by Nisha Shukla

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક નવો રોગ…*

એક યુવાન લવારા કરતો આવ્યો.
મેં એને તપાસ્યો.

હૃદયની ધોરી નસમાં ગુલાબની તાજી
પાંખડીઓ ભેરવાઈ ગઈ હતી.
શ્વાસનળીમાં પારેવડાનો
ટહુકો ફસાયો હતો.

આંસુ ગુલાબી થઈ ગયા હતા.
હોજરીમાં ચાંદનીના
ચાંદા પડ્યા હતા.
સ્વરપેટી પર કોઈના
કામણગારા નામના સોજા હતા.

સગા પૂછે છે, “સાહેબ એને શું થયું છે?’
મેં કહ્યું : “ખાસ કંઈ નથી,
જરા ઝેરી વેલેન્ટાઈ
ની અસર જેવું છે.“

સગા પુછે છે, “સાહેબ,શું કરીએ?”
મેં કહ્યું : “એને ઉજાગરા કરવા દો,
ખાવાનું અનિયમિત બનાવી દો,
દાઢી વધારવા દો,

મીકા તથા હની સિંઘ સંભળાવો ,
અને કાનમાં જોરથી
‘શકિરા શકિરા‘ બોલો,
એટલે સાજો થઈ જશે.“

- ડો. મુકુલ ચોકસી

Gujarati Jokes by Nisha Shukla : 111341994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now