ચાણક્ય નીતિ અનુસાર કેવો હોવો જોઈએ લીડર? ક્યાં ગુણો બનાવે સર્વોત્તમ
આચાર્ય ચાણક્યનો જન્મ અંદાજે 2400 વર્ષ પહેલા થયા હતા. તેમણે ચાણક્ય નીતિ, અર્થશાસ્ત્ર, રાજનીતિ, અર્થનીતિ, સમાજનીતિ વગેરે મહાન ગ્રંથની રચના કરી હતી. ચાણક્ય જીવન દર્શનના જ્ઞાતા હતા. તેમણે પોતાના જીવનના અનુભવ પરથી લોકોને સુખી જીવન જીવવા માટેના ઉપદેશ આપ્યા છે.
તેમણે ચાણક્ય નીતિ ગ્રંથમાં જીવન-સિદ્ધાંત, જીવન-વ્યવહાર, આદર્શ જીવનના દર્શન થાય છે. આ નિયમોનો અમલ કરવાથી વ્યક્તિને ક્યારેય કોઈ છેતરી નથી શકતું અને તે હંમેશા ખુશહાલ જીવન જીવે છે. આજે આપણે જાણી લઈએ કે શ્રેષ્ઠ લીડર કેવો હોવો જોઈએ? ક્યાં ગુણોનો ભંડાર હોવો જોઈએ.
ચાણક્ય અનુસાર ભાગ્ય તેનું જ સાથ દે છે જે સંકટમાં પણ પોતાના લક્ષ્ય પ્રત્યે દ્રઢ હોય છે. એક શ્રેષ્ઠ લીડરમાં આ ગુણ ખાસ હોવા જોઈએ. વ્યક્તિએ પોતાની નબળાઈ અન્ય સામે છતી ન કરવી જોઈએ.
કોઈપણ કાર્ય શરૂ કરી અને તેને નિષ્ફળ જવાની બીકે છોડી ન દેવું. કામ કરવાની પોતાની યોજના અન્યને ક્યારેય ન જણાવવી. તેને હંમેશા રહસ્ય જ રાખવી.
ચાણક્ય અનુસાર મનથી મજબૂત વ્યક્તિને શક્તિશાળી માણસ પણ હરાવી શકતો નથી. કોઈપણ કાર્યને આવતી કાલ પર ન છોડવી. કારણ કે આવતી કાલે શું થશે તેની કોઈને જાણ નથી. આ તમામ ગુણો જેનામાં હોય તેને લીડર બનતા કોઈ અટકાવી શકતું નથી.