Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉દિલ્હીના દિલબર👈

કરોડો રૂપિયાના ખર્ચ પછી આજે સમાચાર મળ્યા દિલ્હીના પેટમાં શુ છે, જો કે ગર્ભપાત થાય એવા કોઈ સંજોગો રહ્યા ન હતા. પૂરું પરિણામ એક તરફી રહ્યું છે. કેજરીવાલના ઝાડુ એ ભાજપ અને કોંગ્રેસનો સફાયો કર્યો એ તમામ જનો એ સ્વીકારવું રહ્યું. એક લોકતાંત્રિક દેશમાં રહેતા તમામ લોકોએ આ આદેશને ખુશીથી અપનાવવો રહ્યો.

"મફત" શબ્દ સોસિયલ મીડિયામાં ઘણો પ્રસરી રહ્યો છે. દિલ્હીના લોકો મફત મેળવવા કેજરીવાલને મત આપે છે. કદાચ આ મુદ્દો ચૂંટણી લડવા અને આ બાબતનો વિરોધ પણ ન હોવો જોઈએ. ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય સેવા આપવી એ તમામ નિર્વાચિત નેતાઓનું પ્રથમ કર્તવ્ય છે. જો કેજરીવાલના મફત આપવાના મામલામાં સવાલ ઉઠતો હોઈ તો મોદીજી એ જે ખેડૂતના ખાતામાં પૈસા નાખ્યા એના પર પણ મફતનો સવાલ કરવો જોઈએ. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક નેતાઓના દમ પર લડવાની હોઈ છે. (ઉદા:દિલ્હીની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું કશું જ કામ નથી). ત્યાંના સ્થાનિક નેતાઓ ખુદના દમ પર ચૂંટણી લડી જીતતા શીખવા જોઈએ.

2015ની ચૂંટણીમાં ભાજપ પાસે 3 બેઠક હતી, કોંગ્રેસ પાસે કશું રહ્યું ન હતું અને આપ પાસે 67 બેઠક હતી. કેજરીવાલ પાસે સત્તા આવ્યા પછી એમના અમુક સાથી છુટા પડી ગયા. ઘણીવાર એમનું નિવેદન પણ પાકિસ્તાન તરફી આવ્યું. છતાં પણ 2020માં જે પરિણામ આવ્યું છે એ જોતાં ભાજપ અને આત્મહત્યા કરી રહેલી કોંગ્રેસે વિચાર કરવો પડશે. ફક્ત મોદી કે રાહુલના નામ પર વિધાનસભાની ચૂંટણીમાં મત નહિ મેળવી શકાય. સ્થાનિક નેતૃત્વ લોકતાંત્રિક રીતે બળવાન કરવું પડશે.

દિલ્હીની મુખ્ય સમસ્યા પ્રદુષણ મને લાગી રહી છે. તો કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની કેજરીવાલની સરકાર પ્રદુષણ કઈ રીતે ઓછું થાય અને લોકોને તંદુરસ્ત હવા મળે એના પ્રયત્ન સાથે મળીને કરવા જોસે. મત ન આપ્યો કે સીટ ન આવી એવી શત્રુતાને લોકતંત્રમાં કોઈ જ સ્થાન નથી. દિવંગત સિલાજીની ખોટ કદાચ કોંગ્રેસમાં આ ચૂંટણી સમયે વર્તાય હશે. ભાજપ પાસે મુખ્યમંત્રીનો કોઈ વિકલ્પ ન હતો અથવા ચહેરો પસંદ કરવામાં ભાજપનું ઉપરી માળખું અસમર્થ હતું એવું પુરી ચૂંટણીમાં લાગ્યું છે.

દિલ્હીમાં જે ક્રાઈમનું પ્રમાણ વધતું જાય છે એને રોકવા માટે દિલ્હી પોલીસ, દિલ્હીની સરકાર તથા કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં લઈ શકે છે. તમારી આપસીરંજનો ભોગ ક્યારેય પ્રજા ન બનવી જોઈએ. શાહીનબાગ મુદ્દો કદાચ હવે ખતમ થઈ જશે. પરિણામ આવી ચૂક્યું છે. આ સાથે જ 370 કલમ અને caaનો નિર્ણય જે કેન્દ્ર સરકારે કર્યું એ પણ યોગ્ય જ હતો. ભાજપને caa નહિ પણ સ્થાનિક નેતૃત્વની ખોટ અને મોદીના ચહેરાનો સ્થાનિક થતો વધુ પડતો ઉપયોગ નડ્યો હશે.

આ સાથે જ લોકતંત્રનો એક પર્વ પૂર્ણ થયો. દેશને કઈ રીતે મંદી માંથી ઉગારવો અને વિકાસ કરવો એ બાબત પર તમામ નિર્વાચિત નેતાઓ ચર્ચા કરી કોઈ ઉપાય શોધે. વિજેતા બનેલા ઉમેદવારોને સાધુવાદ તથા પરાજિત થયેલા ઉમેદવાર સંયમ અને આદર રાખે કારણ કે આ જ લોકતંત્રની મજા છે.

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111340286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now